Ahmedabad : અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં ધ ન્યૂ એજ હાઈ સ્કૂલના પ્રકરણમાં વિવાદિત અને 8 મહિનાથી ફરાર એવા ઉસ્માન મારુંનું નામ વધુ એક વિવાદમાં આવ્યું છે.
ઉસ્માન મારું જેણે આશરે 15 કરોડની જમીન એ ગરીબ હિન્દુ સમાજના ઠાકોર ખેડૂતની ઘસી નાખી છે. અડધી જગ્યા પર બંગલા બનાવી નાખ્યા છે. તો અડધી જગ્યા એમને એમ છે. આઠ મહિનાથી ફરાર હોવા છતાં ઉસ્માન મારું ને વેજલપુર પોલીસ કેમ નથી પકડી શકતી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યું છે. પરંતુ જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવે તો આરોપીઓ પકડાવવામાં આવતા વાર પણ ન લાગે .
એક બાજુ ઉસ્માન મારું જે હાલ આઠ મહિનાથી વોન્ટેડ હોવા છતાં વૈભવી જીવન જીવી રહ્યો છે ત્યારે તે જગ્યાનો માલિક ગરીબ ખેડૂત જે કંઈક અલગ જ પરિસ્થિતિમાં છે. જુઓ આ વિડીયો.