અમદાવાદમાં દિવસે દિવસે નશા નું પ્રમાણ વધતું જઈ રહ્યું છે પરંતુ અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આજથી એક મહિના પહેલા કફ સીરપ નો નશાનો આદી એક યુવક કે જેણે ઘરે આવીને કફ સીરપ પીધી હતી અને ત્યારબાદ તેને આંખમાં ડબલ ડબલ જોવાતું હતું. ત્યારબાદ તેને કફ સીરપથી દુકાન વાળા ને ફોન કરતા દુકાનવાળા એ જણાવયું કે ફરી એકવાર ડોજ લઈ લો. જે બીજું ડોજ લેતા જ તેના ધબકારા વધવા માંડ્યા હતા. ત્યારબાદ તેનું મોત થયું હતું. જેનું પરિવારજન હાલ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા છે તેવું જાણવા મળી રહ્યું છે. બીજી જાણકારી સૂત્ર એ જણાવી છે કે જે મેડિકલ પરથી તે કફ સીરપ લાવતો હતો તે મેડિકલ સંચાલક સાથે જેવી રીતે વાતચીત થઈ તેનું પણ રેકોર્ડિંગ તેમના ફોનમાં છે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
પરંતુ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.રિપોર્ટમાં શું આવે છે તે પણ એક સવાલ છે ?