અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા 89થી વધુ જુગારીઓની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે પોલીસે જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લીધા હતા. અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા 89થી વધુ જુગારીઓની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે પોલીસે જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લીધા હતા. ટોકન સિસ્ટમ દ્વારા ધમધમી રહ્યો હતો જુગારધામ આ અંગે માહિતી આપતા પોલીસ કર્મી અશ્વિન બારોટે જણાવ્યું કે, હું કાલે રાત્રી દરમિયાન ફરજ પર હતો, આ દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તરફથી માહિતી મળતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો સ્ટાફે લગ્નપ્રસંગ દરમિયાન ચાલી રહી રહેલા જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન લગ્ન સ્થળે ત્રીજા માળે ટોકન સિસ્ટમથી મોટો જુગાર ચાલી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ પણ સ્તબ થઈ ગઈ હતી, કારણ કે સ્થળ પર 2 કે 5 નહીં પરંતુ 89 કરતા વધારે લોકો જુગાર રમી રહ્યાયા હતા.