Ahmedabad : અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં AMC ની કચરાની ગાડી ફરી એકવાર વિવાદમાં આવી છે. અગાઉ પણ કચરાની ગાડી દ્વારા રાત્રે પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન સાઈટનો કચરો લઈ જવાનો વિડીયો વાયરલ કર્યો હતો.
ફરી એક વાર અમદાવાદમાં જમાલપુર ખાતે કચરાની ગાડીમાં કન્સ્ટ્રક્શન સાઈટનો કચરો ભરતા હોવાનુ સ્થાનિક વ્યક્તિએ ફરિયાદ કરી છે. જે કચરાની ગાડી શાહીબાગની હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનું નંબર Gj 01 FT 2043 છે.