દિવાળીનો તહેવાર હોવાથી નાના-નાના રોજગાર કરતાં ફેરિયાઓને હેરાન ન કરવા વિપક્ષ નેતા શેહજાદ ખાન દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે.
ત્રણ દરવાજામાં ભદ્રકાળી મંદિર પરિસર થી દુર કાયદેસર ના ફેરિયાઓને ધંધો રોજગાર કરવા દેવું.
અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ નાના- નાના ફેરિયાઓ ધંધો રોજગાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આગામી દિવસમાં દિવાળીનો તહેવાર આવે છે શહેરમાં ઠેર ઠેર ફેરીવાળાઓને દબાણના નામે તેઓને હેરાન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજા પાસે વર્ષોથી બજાર ચાલે છે જ્યાં સસ્તા ભાવે લોકો ખરીદી કરે છે પરંતુ તહેવારના સમયે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જગ્યાએ દબાણના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેરિયાવાળાઓને હેરાન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દરવાજાની પાસે ભદ્રકાળી મંદિર આવેલ છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. કોંગ્રેસ પક્ષની આસ્થા ભદ્રકાળી મંદિર સાથે જોડાયેલી છે. જેથી ભદ્રકાળી મંદિર પરિસરથી દૂર જે કાયદેસર ફેરીયાઓવાળા છે તેઓને ધંધો રોજગાર કરવા દેવામાં આવે.
કોંગ્રેસ પક્ષની માંગ છે કે હાઇકોર્ટ દ્વારા જે કાયદેસર ફેરીયાઓવાળા છે તેઓને હટાવવામાં નહીં આવે, ધંધો રોજગાર કરવા દેવામાં આવે. આ સંદર્ભે આજે કોંગ્રેસ પક્ષે મ્યુનિસિપલ કમિશનરશ્રી કાયદેસર ના ફેરિયાઓ ને ધંધો રોજગાર કરવાની લેખિતમાં રજૂઆત કરી છે.