Ahmedabad: ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં શહેરમાં પોલીસ કમિશનર GS મલિક દ્વારા ડ્રગ્સ માફિયા પર કાર્યવાહી કરવા ચેઇન તોડવા પોલીસ ને કડક આદેશો આપેલા છે.જાહેર જનતાને પણ વિનંતી કરી છે.SOG અને crime પ્રયત્નશીલ પણ કે.
અમદાવાદમાં પથ્થરકૂવા પટવાશેરી વિસ્તારમાં અગાઉ પણ ઘણી વાર Md ડ્રગ્સ વેચનારા હોય કે ક્રિકેટ સટ્ટાનો મામલો હોય કે હંમેશા રેડો પડતી હોય છે.જુદી જુદી એજન્સીઓ તેમને જેલ હવાલે કરતી હોય છે.ઘણા MD ડ્રગ્સ માફિયા હાલ જેલમાં પણ છે. હાલમાં CID ક્રાઈમના વડા IPS રાજકુમાર પાંડિયન અને IPS ચેંતન્ય માંડલિક ડ્રગ્સ માફિયા સામે લાલ આંખ કરી છે. ટુંક સમયમાં સમગ્ર શહેરમાં ડ્રગ્સ માફિયા પર સફાયો કરવામાં આવશે.
થોડાક દિવસો અગાઉ અમદાવાદમાં પટવા શેરી ખાતે CID ક્રાઇમ ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવી હતી.જેમાં અમજદ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં ડ્રગ્સ મળી આવ્યું હતું તે ઉપરાંત ફોનમાંથી ક્રિકેટ સટ્ટાની ID પણ મળી આવી હતી.જેમાં શાનું નામના યુવકની પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનું જાણવા મળ્યું છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
આજ રોજ CID ક્રાઈમ ની ટીમ અને કારંજ પોલીસ દ્વારા શાનું ના મકાને સંયુક્ત ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
15 દિવસથી શાનું છે ફરાર !
અમજદ ને ડ્રગ્સ આપનાર શાનું કોની પાસેથી ડ્રગ્સ ખરીદતો અને કોને વેચતો ?
શાનું ના મુંબઈમાં શું કનેક્શન ?
શાનું અમદાવાદમાં કોને કોને ડ્રગ્સ આપતો ?
ડ્રગ્સ અને ક્રિકેટ સટ્ટાના શું કનેક્શન?
અમજદ ના મોબાઈલમાંથી નીકળેલ ક્રિકેટ ID ના કારંજ વિસ્તારના કનેક્શન ખુલતા માસ્ટર id, સુપર ID સુધી તપાસના એંધાણ સૂત્રો.
CID ક્રાઈમ દ્વારા ડ્રગ્સ માફિયા અને બુકીની ચેઇન પકડશે મોટા માથા નામ બહાર આવી શકે છે.
હાલ તપાસનો ધમધામટ ચાલુ છે.હાલ આ ડ્રગ્સ અને ક્રિકેટ id બંને મામલામાં ટોપ ટુ બોટમ,બોટમ ટુ ટોપ ની તપાસ ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ચાલુ છે.હવે ટુંક સમયમાં મોટા આકાઓ અને માફિયાઓના નામ બહાર આવવાની સંભાવના છે. ટુંક સમયમાં કાર્યવાહી ના એંધાણ જોવા મળશે.
અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ DCP CHETANYA MANDLIK દ્વારા મોટા ભાગના MD ડ્ગસ માફિયાઓને જેલ હવાલે કર્યા હતા.પરંતુ શહેરમાં ફરી એક વાર ડ્રગ્સ માફિયા એક્ટિવ થતા CID ક્રાઇમ ઉપરાંત SOG એક્ટિવ છે.
અમદાવાદ શહેર SoG DCP જયરાજ સિંહ વાળા અને તેમની ટીમ પણ ડ્રગ્સ ચેન ને તોડવા ખુબજ પ્રયત્નશીલ છે તે ઉપરાંત શાળાઓમાં પણ કાઉન્સિલિંગ ના કાર્યકમ કરી રહી છે.નાના થી મોટા પેડલરોને ચેઇન તોડી રહી છે.
સૂત્રો ના જણાવ્યા અનુસાર આજ રોજ અમદાવાદ SOG દ્વારા પણ પથ્થરકૂવા પટવા શેરીમાં ડ્રગ્સ વેચતા એક વ્યક્તિ ધરપકડ કરવામાં આવી છે.જેમાં પણ મોટી ચેઇન પકડાઈ શકવાની સંભાવના છે . સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સ માફિયા ફિરોજ ચોર નું નામ બહાર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.