Ahmedabad: journalist Auzef Aabeda pathan
ભારતની સ્વતંત્રતા પહેલાં વરસોડા રજવાડું હતું. રાજા અને પ્રજા વચ્ચેના સંબંધો એવા હતા રાજા હંમેશા પ્રજા માટે મદદરૂપ રહેતા હતા. તે સમયે રાજાશાહી દરમિયાન નાત જાત કે ધર્મ જોવામાં આવતું ન હતું. રાજા તેમની પ્રજા માટે હંમેશા મદદરૂપ રહેતા કે તેમનું રાજ્ય સુરક્ષિત રહે.
આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મહેસાણા જિલ્લાના વરસોડા સ્ટેટ તે ચાવડા વંશનું આઝાદીના પહેલા રાજ્ય હતું. તે સમયના રાજા જોરાવરસિંહ ચાવડા દ્વારા 1917-18 માં મહેસાણા કસ્બા વિસ્તારમાં આવેલ દરગાહ અને કબ્રસ્તાન માટે જગ્યા દાન કરી હતી. તે વરસોડા સ્ટેટ ના રાજ પરિવાર દ્વારા જણાવ્યું કે અમદાવાદમાં વકફ બિલ એક્ટ ને લઈને jpc કમિટીની મીટીંગ યોજવામાં આવી હતી. ત્યારે જે પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યા હતા. ત્યારે તે વિગત અમારા સુધી પહોંચી ત્યારે અમને પણ ખૂબ જ આનંદ મહેસુસ થયો તે ઉપરાંત અમને જાણકારી પ્રાપ્ત થઇ કે અમારા દાદા દ્વારા એક રાજા તેની પ્રજાને કેવી રીતે સંભાળતા હતા તેનું ઉદાહરણ જોતા ખૂબ જ ખુશી થઈ તે સમયે આ પ્રોગ્રામ બધા તેમને જાણકારી પ્રાપ્ત થઈ તે જણાવે છે કે અમને ખૂબ જ આનંદ છે કે અમારો રાજ પરિવાર પ્રજા માટે હંમેશા ઉભો રહ્યો છે. વરસોડા સ્ટેટ જે ચાવડા વંશ ગાદી પરિવાર ધરાવે છે. વરસોડા સ્ટેટ અને પાડોશી ઓરાણ સ્ટેટ જે મુસ્લિમ રાજ પરિવાર ધરાવે છે તેમની સાથે પણ તેવા સંબંધ હતા.
જાણો વરસોડા સ્ટેટ વિશે.
ભારતની સ્વતંત્રતા પહેલાં વરસોડા રજવાડું હતું. ચાવડા રાજપૂતો વડે બ્રિટિશ રાજ હેઠળ શાસિત હતું. ચાવડા વંશે સૌપ્રથમ ઇસ ૭૪૫માં અણહિલવાડ પાટણ પોતાનું શાસન સ્થાપ્યું હતું. ઘણી સદીઓ સુધી પાટણ ગુજરાતની રાજધાની રહ્યું. ચાવડા રાજપૂતોએ ૨૦૦ વર્ષ સુધી પાટણ પર શાસન કર્યું. તેમણે પાટણ બાદ મહેસાણા ,માણસા અને વરસોડામાં પોતાનો વિસ્તાર ફેલાવ્યો. વરસોડાની સ્થાપના ઠાકુર સૂર્યમલજીએ કરી હતી. વરસોડાના છેલ્લા શાસક ઠાકુર જોરાવરસિંહજી (જન્મ ૧૯૧૪) ૧૯૧૯માં ગાદીએ આવ્યા હતા. ચાવડાઓની કુળ દેવી ચામુંડા માતા છે, જેમનું મંદિર આ ગામમાં આવેલું છે.