Ahmedabad: journalist Auzef, AAbeda pathan
આજ રોજ અમદાવાદ શાહઆલમ વિસ્તારના આવેલ અને સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવતો નામચીન નવાબ ખાન પરિવાર અને નવાબ બિલ્ડર્સ ગ્રુપ જે શિક્ષણથી લઈને વિસ્તારના લોકો સુધી મદદરૂપ બનેલું પરિવાર છે. વરસાદમાં થયેલ નુકસાન હોય કે પછી આગ લાગીને લોકોના મકાન બળી ગયા હોય કે પછી કોઈ પણ સામાન્ય સમસ્યા હોય કે પછી સમૂહ લગ્નની વાત હોય આ પરિવાર તે વિસ્તાર ઉપરાંત આજુબાજુના વિસ્તારોની જનતા માટે હંમેશા ઉભો રહે છે.
નવાબખાન અબ્બાસ ખાન પઠાણની ૩૮મી વર્ષી(પુણ્યતિથિ) નિમિત્તે મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યું હતું.જેમાં ૧૭૦૮ લાભાર્થીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર,નવાબખાન પરિવારના સભ્યોશ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓશ્રી, લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજય નગર ના સભ્યોશ્રી, નયા ગુજરાત સેવા મંડળના સભ્યોશ્રી અને એમ.એસ. સોશિયલ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તે ઉપરાંત નવાબ ખાન પરિવારના સભ્ય અને અમદાવાદ શહેર વિપક્ષ નેતા અને દાણીલીમડાના કાઉન્સિલર શેહજાદ ખાન પઠાણ પણ હાજર રહ્યા હતા. સામાન્ય જનતાએ કેમ્પમાં લાભ લીધો હતો.