આજ રોજ મ્યુ. વિરોધ પક્ષના નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણ દ્વારા મ્યુનિ. એન.એચ.એલ.મેડીકલ કોલેજની બોયઝ હોસ્ટેલની મુલાકાત લેતાં જણાવેલ કે, સને ૨૦૦૭ માં કરોડો રૂા.નો ખર્ચ કરીને પાલડી પ્રિતમનગર ખાતે આશ્રમરોડ ઉપર મ્યુ.કોર્પો.દ્વારા એન.એચ.એલ. મ્યુનિ.મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ બનાવવામાં આવેલ તે હોસ્ટેલ સને ૨૦૧૯ થી મ્યુનિ.કોર્પો. દ્વારા બંધ કરી દેવામાં આવી સુંદર હોસ્ટેલ બંધ હાલતમાં બીનવપરાશ રહેતાં જર્જરીત થઈ જવા પામેલ છે એક તરફ હોસ્ટેલ બીનવપરાશ રહેવા પામે અને બીજી તરફ રીવરફ્રન્ટ ઉપર કરોડોના ખર્ચે મેડીકલના વિદ્યાથીઓ માટેની નવી હોસ્ટેલ બનાવવામાં આવે આવા અણધડ અને બીનજરૂરી એવા નિર્ણયો લેવા પાછળ માત્ર ભરપુર ભષ્ટ્રાચાર કરવા માટેનો આશય હોય તેમ સ્પષ્ટ જણાઈ રહયું છે હાલમાં એસ.વી.પી. હોસ્પિટલ ખાતે મેડીકલના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવેલ છે તેમાં હાલ ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ રહે છે પરંતુ હાલમાં મેડીકલના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી આ હોસ્ટેલમાં મેડીકલના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શક્તો નથી અમદાવાદ મ્યુ.કોર્પોનું વાર્ષિક રૂા.૧૨૦૦૦ કરોડનું બજેટ હોવા છતાં પાલડી પ્રિતમનગર ખાતે આશ્રમરોડ પર આવેલ બોઈઝ હોસ્ટેલને રીનોવેશન કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી જરૂરી નાણાંનો અભાવ છે તેવા વાહીયાત બિનસંગત બહાના બતાવી મ્યુ.કોર્પોનું તંત્ર તથા ભાજપના સત્તાધીશો પોતાની વહીવટી અણઆવડતતાને છુપાવવા અને જવાબદારીમાંથી છટકવા માટે હવાતીયાં મારી રહ્યાં હોય તેવું જણાય છે જે યોગ્ય નથી જેથી મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓના હિત માટે સદર બોયઝ હોસ્ટેલનું વહેલી તકે રીનોવેશન કરવા માટેની જરૂરી કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે.