Ahmedabad: અમદાવાદમાં દરીયાપુર ટીંબાપોલ ખાતે રાહ એ બશર ગ્રુપ જે છેલ્લા વર્ષોથી સેવાકીય પ્રવૃતિ કરે છે.જેમાં દરીયાપુર ટીંબાપોલ વિસ્તારના યુવાઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પ, આધારકાર્ડને સુધારા વધારા આવક ના દાખલાના કેમ્પ તે ઉપરાંત ડોક્યુમેન્ટેશનમાં સુધારા માટેનું મુખ્ય કામ કરે છે.
આજરોજ સ્વતંત્રતા દિવસ પર્વ દરીયાપુર ટીંબાપોલ ખાતે રાહ એ બશર ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસનું ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આઝાદીની લડતમાં સ્વાતંત્ર સેનાનીઓને શું ફાળો છે તેની જાણકારી લોકોને આપવામાં આવી હતી. તે ઉપરાંત શાળાના બાળકોને નોટ ચોપડી અને બેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન તરીકે મમ્મીભાઈ, એડવોકેટ ઇલ્યાસ ખાન, જાવેદભાઈ સ્થાનિક કાર્યકર્તા, દરીયાપુર પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબ, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ભાઈ ખેડાવાલા એ પણ હાજરી આપી હતી. તે દરમિયાન શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પણ ગાવામાં આવ્યા હતા.