Ahmedabad:વિરાટનગરમાં રહેતા વેપારીએ સરદારનગરના એક વ્યાજખોર પાસેથી રૂ.1.50 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા, જેના સિક્યોરિટી પેટે નોટરી કરાવીને 6 ચેક લીધા હતા. વેપારીએ ચાર હપતા ચૂકવી આપ્યા હતા અને બે હપતા બાકી રહી ગયા હોવાથી વ્યાજખોર વેપારીના ઘરે જઈને ફ્રીઝ અને એસી કાઢી લઈ બીજા રૂ.1.10 લાખની માગણી કરી હતી. એટલું જ નહીં પૈસા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હેરાન કરતો હતો. આથી તંગ વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં વ્યાજખોર સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઠક્કરનગરમાં દિવ્યેશ નકુમ વિરાટનગરમાં સુખરામ એસ્ટેટમાં કૂર્તીઓ સીવવાનું કામ કરે છે. થોડા સમય પહેલાં તેમને પૈસની જરૂર હોવાથી તેમના મિત્ર નીલેશ મારફતે સરદારનગરમાં રહેતા અમિત સિંધી પાસેથી રૂ.1.50 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. અમિતે સિક્યોરિટી પેટે વ્યાજ કાપીને બાકીની રકમ દિવ્યેશભાઈને ચૂકવી હતી અને નોટરીવાળું લખાણ કરી આપ્યું હતું તથા રૂ.30 હજારના છ હપતાપેટે સહી કરેલા છ ચેક પણ આપ્યા હતા, જે બાદ દિવ્યેશભાઈએ ત્રણ વખત રોકડથી તથા ૩ હપતા ચેકથી અમિતને
ચ કવી આપ્યા હતા. બાકીના બે હપતાના પૈસા ચૂકવી શક્યા ન હતા, જેથી અમિત અવારનવાર ફોન કરીને ધમકી આપતા હતા અને એક દિવસ નીલેશ દિવ્યેશભાઈના ઘરે જઈને ફ્રીઝ અને એસી કાઢીને લઈ ગયો હતો. ત્યાર બાદ રૂ.1.10 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. એટલુ જ નહીં ફોન કરીને જો પૈસ નહીં આપે તો તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું, જેથી તંગ આવીને દિવ્યેશભાઈએ આ મામલે અમિત સિંધી સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.