Ahmedabad : તમને કન્ટેન્ટ જોઈને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે અમદાવાદ શહેરમાં કેલિકોમિલની બાજુમાં જમાલપુર ખાતે આવેલી હઝરત સૈયદ અબુ મોહમ્મદ ઇલીયાસ(બાવા લવ લવી) બાવાનું મજાર શરીફ દરગાહ આવેલ છે. તે ઉપરાંત કબ્રસ્તાન અને મસ્જિદ પણ છે. ૬૦૦ વર્ષ જૂની દરગાહ અને મસ્જિદ છે . બીજો રસ્તો જમાલપુર ફુલ બજાર પાસેના રીવરફ્રન્ટ પાસેથી પણ છે.
આ વિસ્તારમાં 500 થી વધુ મુસ્લિમ સમાજની વસ્તી પણ છે. આજરોજ સ્થાનિક લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી ત્યાર પછી ત્યાં જઈને જાણવા મળ્યું કે પઠાણ સાહેબ ત્યાં મૌલાના છે તેમની વાત લોકોએ કરી કરીને તે મસ્જિદના મોલાના જે સવારના સમયે પોતાની વધુ ઉંમર હોવાના કારણે મસ્જિદમાં આવી શકતા નથી. તેથી સવારની નમાજ થતી નથી. ઇસ્લામ ધર્મના અનુસાર પાંચ ટાઈમ ની મસ્જિદમાં અજાન અને નમાજ થાય છે. પરંતુ આ મસ્જિદમાં છેલ્લા ચાર વર્ષથી ચાર ટાઈમની જ નમાઝ થાય છે . જ્યારે સ્થાનિક લોકો દ્વારા મોલાના ને કહેવામાં આવ્યું કે જો તમે સવારના સમયે નથી આવી શકતા તો બીજા મોલાના ને જવાબદારી સોંપો. તો તે વસ્તુને માન્ય પણ રાખતા નથી. તેમનું કહેવું છે કે અજાન પણ હું આપું અને નમાજ પણ હું જ પડાવું તેવી જીદ ને લઈને બેસેલા છે. સ્થાનિક લોકો સવારની અજાન અને નમાજની પણ માંગ કરી રહ્યા છે. ઈશાની નમાજ બાદ આ મસ્જિદમાં તાળું મારવામાં આવે છે. જે બપોર એટલે કે જોહર ની નમાજના સમયે તાળું ખુલે છે.