Journalist Auzef
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું એન્ટિલિયા વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. 4,00,000 ચોરસ ફૂટથી વધુ રહેવાની જગ્યા સાથે આ ટાવર તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. એન્ટિલિયાની કિંમત લગભગ 15 હજાર કરોડ રૂપિયા છે. આ ઇમારત ધરતીકંપના મોટા આંચકાઓને પણ સહેલાઈથી પચાવી શકે છે.
એન્ટિલિયા 27 માળનો રહેણાંક ટાવર છે. એન્ટિલિયામાં સુપરફાસ્ટ લિફ્ટથી લઈને સ્નો રૂમ સુધીની ઘણી સુવિધાઓ છે. ભારતની આ સૌથી મોંઘી રહેણાંક મિલકત જાણીતી આર્કિટેક્ટ ફર્મ પર્કિન્સ એન્ડ વિલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેને ઓસ્ટ્રેલિયાના લીટન એશિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. એન્ટિલિયા દક્ષિણ મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે. એન્ટિલિયાના નિર્માણથી આ જગ્યાની કિંમત ઘણી વધી ગઈ છે. એન્ટિલિયાને ન્યૂયોર્કની મેન્ડરિન ઓરિએન્ટલ હોટેલની તર્જ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ હોટલની કલાત્મક ડિઝાઇનથી નીતા અંબાણી ખૂબજ પ્રભાવિત થયા હતા. મેન્ડરિન ઓરિએન્ટલ હોટેલ ગ્રૂપ 38 હોટેલની માલિકી ધરાવે છે. બહારથી ભવ્ય દેખાતી એન્ટિલિયા અંદરથી પણ એટલી અદ્ભુત છે.
▪️એન્ટિલિયા આ સુવિધાઓથી સજ્જ છે
એન્ટિલિયા ઘણી સુવિધાઓથી સજ્જ છે. તેમાં થિયેટર, સ્પા, સ્વિમિંગ પૂલ, હેલ્થ સેન્ટર, હાઇ-સ્પીડ લિફ્ટ, સ્નો રૂમ, 160 થી વધુ વાહનો માટે ગેરેજ અને ત્રણ હેલિપેડ છે. આ ઇમારત રિક્ટર સ્કેલ પર આઠની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. એન્ટિલિયાના લાઉન્જ વિસ્તારને બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કર્યો છે. વર્ષ 2019 માં તેણે એન્ટિલિયાના બાર લાઉન્જ વિસ્તારને પોતાનો ક્રિએટિવ સ્પર્શ આપ્યો હતો.
▪️યોગ સેન્ટરથી લઈને આઈસ્ક્રીમ પાર્લર સુધી મોજૂદ
એન્ટિલિયાના 27 માળમાંથી ટોચના 6 માળ ફક્ત અંબાણી પરિવાર માટે આરક્ષિત છે. એન્ટિલિયાના નીચેના માળોમાં સ્પા, યોગા સેન્ટર, આઈસ્ક્રીમ પાર્લર, કાર પાર્કિંગ અને સ્નો રૂમ બનાવવામાં આવ્યા છે. એન્ટિલિયામાં કુલ 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં લગભગ 168 કાર પાર્ક કરી શકાય છે. એન્ટિલિયાના દરેક ડેસ્ટિનેશન પર જોવા માટે કંઈક અલગ છે. તેમાં સ્વિમિંગ પુલ અને ક્રિસ્ટલ ઝુમ્મરથી લઈને બહુમાળી ગેરેજ સુધી બધું જ છે. એન્ટિલિયામાં અન્ય લિફ્ટ્સની તુલનામાં સુપર ફાસ્ટ લિફ્ટ્સ છે.
▪️જમીન ખૂબ મોંઘી છે
હાલમાં, દક્ષિણ મુંબઈમાં જ્યાં અલ્ટામાઉન્ટ રોડ પર એન્ટિલિયા છે ત્યાં જમીનના દરો ખૂબ ઊંચા છે. અહીં અત્યારે પ્રત્યેક ચોરસ ફૂટનો ભાવ રૂ. 80 હજારથી પણ ઉપર છે.