Ahmedabad : journalist Auzef Aabeda pathan અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ EOW દ્વારા જુહાપુરાના ભૂમાફિયા સજજુલાલ પર તવાઈ બોલાવવામાં આવી.તે ઉપરાંત જુદી જુદી ફરિયાદ દાખલ થઈ છે.તે ઉપરાંત ભૂમાફિયા સાથે સંપર્ક ધરાવતા વિવાદીત લોકો અને બિલ્ડર પણ તપાસ કરવામાં આવી હતી.હાલ પણ તપાસ ચાલુ છે.તે ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ EOW ડીસીપી અને તેમના pi ની ટીમ દ્વારા તપાસ કરીને જે લોકો સાથે અન્યાય થયું છે તે લોકો માટે પ્રશંસનિય કામ કર્યું છે.
હાલમાં વાત જાણવા મળી છે કે મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે સજજુ ને તેના વિરોધી જુથ સાબરમતી નવી જેલમાં હોવાથી જૂની જેલમાં હાઈ સિક્યુરિટી માં મૂકવામાં આવેલ છે. રઇશ પટવાની માતા જણાવે છે કે છે કે જ્યારથી સજ્જુ લાલ ની જૂની જેલમાં vvip માં એન્ટ્રી થઈ છે ત્યારથી ભૂતકાળના તેના પિતાના વિરોધી જૂથના વ્યક્તિ નાશિર ખાન પટવા જેમની અગાઉ હત્યા થઈ હતી.તેમના પુત્રો રઇશ પટવા અને ફૂરકાન જેલમાં છે.જેમને હાઈ સિક્યુરિટીમાં મૂકવામા આવેલ છે.તેની માતા દ્વારા આરોપ લગાડવામાં આવ્યું છે સજુ લાલ જ્યારથી જૂની જેલમાં આવ્યો છે ત્યારથી મારા પુત્રો સાથે બે કર્મચારી દ્વારા કોઈ અદાવત નીકળવામાં આવતી હોય કે કોઈ મેટર લીધેલ હોય તેવું વર્તન કરવામાં આવેલ છે.રઈસ પટવાને ગંભીર માર મારવામા આવેલ છે.તેમનુ આરોપ છે કે સજજુ લાલ કેહવાથી માર મારવામાં આવેલ છે. હોસ્પીટલમાં ડોક્ટરી કરાવવાની માંગ કરવામાં આવી છે તે ઉપરાંત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
જો કોઈ ગેંગવોર થાય મારા પુત્ર સાથે કશું થઈ જાય તેવું રઇશ પટવાની માતા દ્વારા કેહવામાં આવ્યું છે.