Ahmedabad : અમારા માધ્યમ દ્વારા ગઈકાલે શાંતિનિકેતન શાળાનું અહેવાલ ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘણા લોકોના અમારા પર ફોન પણ આવ્યા હતા. ત્યારબાદ શાળા સંચાલક જે વિદ્યાર્થીઓના પિતા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમને સમજાવટ કરવાના પ્રયત્નો પણ કર્યા હતા.
જુઓ શું હતો સમગ્ર મામલો
હાલમાં શાળાનું નવું સત્ર વેકેશન બાદ ચાલુ થઈ ગયું છે. જેવી રીતે અમદાવાદ શિક્ષણ વિભાગ DO અધિકારી દ્વારા આદેશ પણ આપવામાં આવ્યું હતું કે કોઈપણ શાળામાં સ્ટેશનરી અને યુનિફોર્મ માટે કમ્પલસરી શાળામાંથી લેવું તેવું કરી ન શકે જેને લઈને અમારા દ્વારા બે શાળાઓની વિગત પણ બહાર પાડવામાં આવી હતી.અમદાવાદમાં દાણીલીમડા માં આવેલી શાંતિનીકેતન સ્કૂલ જે શાળામાં એક નવો વિવાદ વકર્યો છે. વાલીઓનો આરોપ છે કે શાળાના અંદર ક્વોલિફાઇ શિક્ષક ન હોવાથી બાળકોનું રીઝલ્ટ 45% જેટલું આવ્યું હતું. ત્યારબાદ વાલીએ શાળા સંચાલક સાથે વાત કરતા તેમણે કીધું હતું કે અમે તમને સારું રિઝલ્ટ બનાવી આપીશું તેનાથી તમને સારી શાળામાં એડમિશન મળે. આ શાળા દ્વારા એવી રીતે રીઝલ્ટ બનાવવામાં આવ્યા છે કે તો ધારો કે બાળકનું રીઝલ્ટ ફર્સ્ટ ટર્મમાં 35% આવ્યા છે અને વાલી જઈને શાળામાં આરોપ લગાવ્યો તો તેમને 60 65 કે 70% નું રિઝલ્ટ બનાવી આપવામાં આવે. હવે ધોરણ એક થી આઠમાં ભણેલ બાળક જ્યારે નવમામાં એડમિશન લેવા જાય ત્યારે બીજી શાળાઓના અંદર એડમિશન આપવામાં આવતા નથી. જેને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે ચેડા થતાં વાલીઓ ગુસ્સે ભરાયા છે અને અમારી પાસે આવીને પોતાની રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં અમદાવાદ શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગમાં પણ વાલીઓ પાસે જે શાળા સંચાલકોનું રેકોર્ડિંગ છે તે આપીને ફરિયાદ દાખલ કરવામાં આવશે.