Journalist Auzef Tirmizi ( અમદાવાદ ):અમદાવાદ શહેરના વિવેકાનંદ નગર, હાથીજણ ખાતે રહેતા ફરિયાદી જસ્મીનીબેન જીગ્નેશભાઈ ચૌહાણ કે જેઓ તારીખ 16.04.2023 ના રોજ ધોરાજી ખાતે ટેટ ની પરીક્ષા આપવા ગયા હતા બાદમાં તારીખ 04.05.2023 ના રોજ પોતાના દોઢ વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સની બસમાં આવેલ અને તેઓ સાંજે 6:30 વાગ્યાની આસપાસ જશોદાનગર ફાયર બ્રિગેડ પાસેથી સીએનજી ઓટો રીક્ષામાં બેસી, પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રિક્ષામાં અગાઉથી બે ત્રણ સ્ત્રી પુરુષ બેઠા હતા રિક્ષામાં તેઓએ પોતાનું પર્સ પોતાના પગ પાસે મુકેલ હતું અને પોણા સાત વાગ્યાની આસપાસ રીક્ષા વટવા જીઆઇડીસી નિકાટ્યુબ ચાર રસ્તા ખાતે પહોંચતા રિક્ષાવાળાએ તેઓને જણાવેલ કે, અમારે રામોલ જવાનું હોવાથી તમે અહીં ઉતરી જાવ તેમ કહી ઉતારી, રિક્ષા જતી રહેલ હતી તેઓએ ઉતરતા તેઓના પર્સની ચેન ખુલી હતી અને પર્સ ખોલીને જોતા પર્સમાં રાખેલ સામાન સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટીઓ, સોનાની વીંટીઓ, રોકડ રકમ, બે એન્ડ્રોઈડ મોબાઈલ મળી કુલ રૂ. 1,39,749/- ની શિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી, ચોરી કરેલ હોવાનું જણાય આવતા જે તે સમયે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરતા વટવા જી.આઇ. ડી.સી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી.નકુમ તથા સ્ટાફની પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ચોરી કરતી ગેંગના આરોપીઓ (1) દિલાવર ઉર્ફે કાલીયા હસનભાઈ રાજેશ શેખ ઉંવ. 49 રહે. નવાપુરા પાછળ, કબ્રસ્તાન પાસે, વટવા, અમદાવાદ તથા (2) અફસર ખાન ઉર્ફે બાટલી ઝફરખાન અહેમદ ખાન પઠાણ ઉવ. 39 રહે. મકાન નંબર 59 આશિયાના પાર્ક, કબ્રસ્તાનની બાજુમાં, નારોલ વટવા રોડ, નારોલ, અમદાવાદ શહેરને આ ગુનાના કામે અટક કરી, રિમાન્ડ મેળવેલ અને આ પકડાયેલા આરોપીઓ પાસેથી બે મોબાઈલ તેમજ સોના ચાંદીના દાગીના તેમજ ગુન્હામાં વાપરેલ રિક્ષા મળી મુદામાલ કબજે કરવામાં આવેલ,વટવા જી.આઇ.ડી.સી પોલીસ દ્વારા જે તે વખતે રિક્ષામાં બેસાડી પેસેન્જર પાસેથી ચોરી કરતી ગેંગના આરોપીઓ દિલાવર ઉર્ફે કાલીયા હસનભાઈ શેખ અને અફસરખાન ઉર્ફે બાટલી ઝફરખાન પઠાણ ની પૂછપરછ કરતા આ ગુના માં બે મહિલા આરોપીઓ પૂનમબેન દવે અને મીનાક્ષીબેન મકવાણાના નામ પણ ખુલેલા હતા પરંતુ, જે તે વખતે તેઓની તપાસ કરતા આ બંને આરોપીઓ પોતાનું ઘર બંધ કરી અને નાસી ગયેલ હતા અને પોલીસ દ્વારા જ્યારે જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે મળી આવતા ન હતા અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ હતા,હાલમાં લોકસભાની ચૂંટણી અનુસંધાને અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, સ્પેશિયલ મા.પોલીસ કમિશ્નર સેક્ટર 2, બ્રજેશકુમાર ઝા તથા ઝોન 06 ના મા.નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈની દ્વારા ભૂતકાળના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય તમામ પોલીસ અધિકારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ,નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ખાસ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેર જે ડિવિઝન ના એ.સી.પી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા જી.આઇ. ડી.સી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી.નકુમ, ડી સ્ટાફના ઇન્ચાર્જ પી.એસ. આઇ મહેન્દ્રસિંહ વાઘેલા તથા સ્ટાફના પો. કો. જયંતીભાઈ, અજીતસિંહ, જુવાનસિંહ, મનીષકુમાર, રવિ કુમાર, જયરામભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમી આધારે આ ગુનાના કામે વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓ (1) મીનાક્ષીબેન માવજીભાઈ મકવાણા ઉવ. 39 તથા (2) પુનમબેન સતિષભાઈ દવે ઉવ. 35 રહે. બંને ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ ફ્લેટ્સ, વટવા કેનાલ રોડ, વટવા, અમદાવાદને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ,પકડાયેલ બંને મહિલા આરોપીઓ પુનમબેન દવે તથા મીનાક્ષીબેન મકવાણા આ ગુન્હામાં ભૂતકાળમાં પકડાયેલ મુખ્ય આરોપીઓ સાથે મળી અગાઉથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસેલા હોય છે અને કોઈ એકલ દોકલ પેસેન્જર ને બેસાડી તેઓની નજર ચૂકવી, ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી થી ગુન્હાઓ આચરતા હોવાની વિગત પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ હતી, આ કામ પેટે પકડાયેલ બંને આરોપીઓને દસ દસ હજાર રૂપિયા પણ આપેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ,બંને મહિલા આરોપીઓ રિક્ષામાં બેસેલ હોય તો કોઈ મહિલાને પણ આ ગેંગ દ્વારા સહેલાયથી નિશાન બનાવી શકાય તે માટે આ ગેંગમાં મહિલાઓને પણ આરોપીઓ દ્વારા સામેલ કરવામાં આવેલ હોવાનું પણ પોલીસ તપાસમાં વિગતો જાણવા મળેલ છે,આ બાબતે વધુ તપાસ વટવા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના પી.આઈ એન.ડી.નકુમ, ડી સ્ટાફના ઇન્ચાર્જ પી.એસ.આઇ મહેન્દ્રસિંહ વાઘેલા તથા સ્ટાફની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.Report by:keyur thakkar