Ahmedabad :અમદાવાદના ગેંગસ્ટર શિવા મહાલિંગમ ઉર્ફે આફતાબ જેની હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 પિસ્તોલ અને 1૦ કાર્ટિસ સાથે ધરપકડ કરવામા આવી છે.જેમાં જાણવા મળ્યું છે કે તેના એક સમયના ભાગીદારો મુદ્દસર, બાબુ, મુશ્કિલ ઉર્ફે મુસ્તહીક ત્રણમાંથી જેં પેહલા જોવાય તેને અમદાવાદ જઈને મારવાનો હતો.તે ઉપરાંત સુરેન્દ્રનગર માં 102 કિલો ચાંદીની લૂંટમાં પણ વોન્ટેડ હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પરંતુ હાલ એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોલીસ અને તેના દુશ્મનોને ચેલેન્જ આપતું હોય તેવું જોવાઈ રહ્યું છે.