Ahmedabad:અમદાવાદમાંથી 12.5 કરોડથી વધુ રોકડ તથા સોનું મળી આવ્યું.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં IT વિભાગને સાથે રાખીને દરોડા.
દુબઈમાં સટ્ટાબેટિંગ માટે રૂપિયા મોકલાતા હતા રાજ્યની ચોક્કસ આંગડિયા પેઢી મારફતે દુબઈમાં સટ્ટાબેટિંગ માટે રૂપિયા મોકલાતા હતા. આ બાબતોને ધ્યાને લઈને CiD ક્રાઈમ સેલે દરોડાની કામગીરી હાથ ધરી છે.આવતા વધુ તપાસ કરતાં રાજ્યની 25 આંગડિયા પેઢીના નામે સામે આવ્યા હતા.
ત્રણ મહિનામાં 200 કરોડ હવાલા પડ્યા.
ગાંધીનગર CID ક્રાઈમ રાજ્યભરમાંથી 25 આંગડિયા પેઢી પર ઈન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. CID ક્રાઈમના 40 કર્મીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં રૂ.12.5 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે અને ખૂબ મોટી માત્રામાં નક્કર સોનું હાથ લાગ્યું છે.
ગાંધીનગર CID ક્રાઈમના CI સેલ વિભાગમાં થોડા દિવસ અગાઉ આંગડિયા પેઢીનો ડુપ્લિકેટ એકાઉન્ટનો કેસ દાખલ કરાયો હતો.જેમાં કેટલાક શંકાસ્પદની પૂછપરછમાં બેનામી નાણાંકીય લેવડદેવડની આખી ચેઈન CID ક્રાઈમ ગાંધીનગરના ઈન્ચાર્જ આઈ.જી. ચૈતન્ય મંડલીકના ધ્યાને આવતા વધુ તપાસ કરતાં રાજ્યની 25 આંગડિયા પેઢીના નામે સામે આવ્યા હતા. જેમાં ચોક્કસ આંગડિયા પેઢી મારફતે દુબઈમાં હવાલા પાડવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. ત્યારબાદ ઈન્કમટેક્સ વિભાગને સાથે રાખીને 25 આંગડિયા પેઢી પર એકસાથે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાંથી રૂ. 12.5 કરોડના બેનામી વ્યવહાર હવાલા મારફતે દુબઈ જેવા દેશોમાં કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દુબઈમાં જે રૂપિયા મોકલાયા છે તે તમામ ક્રિકેટના સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવાયા હોવાનું અનુમાન છે. આ સાથે જ ઘણી આંગડિયા પેઢીઓમાંથી વિદેશી કરન્સી પણ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. દિવસો સુધી દરોડા જારી રહેવાની સંભાવના છે.