ગુજરાત:
હાલમાં ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી કોંગ્રેસ એક મહિલા ઉમેદવાર હતા. જ્યારે બીજેપી તરફથી એક રાષ્ટ્રીય નેતા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના આ ઉમેદવારે ગુજરાત કોંગ્રેસ કમિટીના પ્રમુખશ્રીને લેખિતમાં કોંગ્રેસના લઘુમતી સમાજના નેતા અને મક્તમપુરામાં વસવાટ કરતા મુસ્લિમ નેતા વિરુદ્ધ લેખીતમાં પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવેલ છે.
વધુમાં આ મુસ્લિમ નેતા બીજેપીના એક કેબિનેટ મિનિસ્ટર સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
પ્રશ્ન એ ઉભો થાય છે કે આ મુસ્લિમ નેતાના વિરોધ કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે કેમ ફરિયાદ કરેલ છે ?
રાજકીય કાર્યકરોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે?
કદાવર નેતા ચર્ચા કરી રહ્યા છે કે આ લઘુમતિ સમાજના નેતાએ થોડા સમય પહેલા મુલાસણામાં બીજેપીના નેતા અને કલેક્ટરની મીલી ભગત કરી 2000 કરોડ રૂપિયાની ગોચર જમીન માત્ર 380 કરોડ રૂપિયામાં પોતાના નામે કરાવી દીધેલ છે.
સંજોગો અને સમય બદલાતા હાલમાં કલેક્ટર વિરુદ્ધ એસીબી દ્વારા ફરિયાદ થતા એ સેન્ટ્રલ જેલ હવાલે છે.
આવનાર દિવસોમાં આ કલેક્ટર સાથે મુસ્લિમ નેતા પણ જેલમાં જાય તે ડરતી હાલમાં લોકસભા ઇલેક્શનમાં મોટા પાયા પર તેમણે ગોઠવણ કરી પાર્ટી વિરોધ કૃત્ય આચર્યું હતું.
આ મુસ્લિમ નેતા પોતાને બચાવવા જાહેરમાં ખુલ્લેઆમ પાર્ટી વિરુદ્ધ જઈને લોકસભા ના ઉમેદવારને ખુલ્લેઆમ મદદ કરી છે.
સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જો કલેક્ટર ઉપર કાર્યવાહી થતી હોય તો આ લઘુમતી નેતા પર ક્યારે કાર્યવાહી થશે ?
આ નેતાનું સ્પેશિયલ એક ડાયલોગ છે કે રાજકારણ તો આપણું બિઝનેસ છે.