Ahmedabad :અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક એક્શન મોડમાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઝાબાજ DCP CHETANYA MANDLIK ની ટીમો દ્વારા એક મહિનામાં 2 કરોડથી વધુનું Md ડ્રગ્સ પકડી અમદાવાદ શહેરમાં સપાટો બોલાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે હમણા સુધી અમદાવાદ sog અગાઉ કેસોમાં શાહપુરના ગણા લોકો 5 થી 20 ગ્રામ સુધીમાં પકડાયા હતા.
પરંતુ ૨૦૨૨ માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કેસમાં ઑપરેશન દરિયાપુરમાં ગણા Md ડ્રગ્સ પેડલરોને જેલ હવાલે કર્યા હતા.
હાલની વાત કરીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લાં એક મહિનામાં પકડાયેલ Md ડ્રગ્સ કેસમાં શાહપુર કનેકશન ખૂલ્યું છે.જેમાં તપાસ દરમિયાન ગણા નામો બહાર આવયા છે.જેમાં મુખ્ય આરોપી તરીકે ઈમરાન ખાન હકીમ,જાવેદ ઉર્ફે જાવાની ધરપકડ થઈ છે.તે ઉપરાંત હજુ ગણા નામો બહાર આવવાની સંભાવના છે.તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
પરંતુ સવાલ જનતામાં ઊભા થઈ રહ્યા છે કે આટલા મોટા પાયા પર Md ડ્રગ્સ ની લાઈન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પકડી રહી છે સ્થાનિક શાહપુર પોલીસને MD ડ્રગ્સના પેડલરોની સુગંધ ન આવે સવાલો ઊભા થઈ રહ્યા છે ?અમદાવાદ ક્રાઇમ અને sog મળીને હમણાં સુધી બે ડજનથી વધુ શાહપુરના Md ડ્રગ્સ પેડલરો પકડ્યા છે.
પરંતુ સ્થાનિક શાહપુર પોલીસ હમણાં સુધી NDPS કેટલા કેસ કર્યા તે પણ એક સવાલ છે ?