અમદાવાદમાં આશ્રમ રોડ પર સીટી ગોલ્ડ સિનેમા પાસે આવેલી હોટલ પૂનમ પેલેસના માલિક જેણે કેવી રીતે એક અમદાવાદથી દૂર સુરેન્દ્રનગરના એક વેપારીને ચીટીંગ કરીને તેના પૈસા પડાવ્યા જાણો સમગ્ર એહવાલ . જેના અંદર કાલાવત બ્રધર્સના રેકોર્ડિંગ જે જેવી રીતે ડરાવી રહ્યા છે અને પૈસા આપવાની કેટલાક રેકોર્ડિંગ્સમાં વાત કરી રહ્યા છે અને કેટલીક વાર દબાવી રહ્યા છે તે તમામ રેકોર્ડિંગ હાલ અમારી પાસે પુરાવા સમાન આવ્યા છે. ટૂંક સમયમાં આ રેકોર્ડિંગ્સના આધારે એફઆઇઆર પણ દાખલ થશે.
જાણો સમગ્ર મામલો
સુરેન્દ્રનગરના દસાડા ના મૂળ વતની જાવેદ સૈયદ જે હાલ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહે છે. જેમણે અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી પૂનમ પેલેસ હોટલ 2019 માં મહિનાના 3: 50 લાખ રૂપિયા ભાડા પેટે રાખી હતી.જેના લખાણમાં 25 લાખ રૂપિયા ડિપોઝિટ આપી હતી અને 15 લાખ રૂપિયા આપવાના બાકી હતા. એ દરમિયાન 18 માર્ચ સુધી હોટલ તેમણે ચલાવી પરંતુ ત્યારબાદ કોરોનાકાળ આવ્યું. ત્યારબાદ સમગ્ર ભારતમાં lockdown લગાડી દેવામાં આવ્યું હતું. કોરોના કાળ લાગતા હોટલ બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ છ મહિના બાદ થોડું રોજિંદુ જીવન ચાલુ થતા તેમને હોટલની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા ના કહેવામાં આવ્યું. ત્યારબાદ તેમની લખાણ સ્વરૂપે જે ડિપોઝિટ નક્કી કરી હતી તે પાછી માંગતા તેમાંથી ફક્ત પાંચ લાખ રૂપિયા આપ્યા. બાકીના રૂપિયા આજ સુધી તે સુરેન્દ્રનગર દશાડા ના વેપારીને આપ્યા નથી. ત્યારબાદ તે હોટલ 15 લાખ ડિપોઝિટ લઈને બીજા વ્યક્તિને આપવામાં આવી હતી. સૂત્રો દ્વારા ને લોક મૂકે એવું ચર્ચા રહ્યું છે કે આ હોટેલ માલિક જાકિર કલાવત, હબીબ કલાવત અને પૂનમ કલાવત ઘણા લોકો સાથે સ્કેમ કર્યા છે તેવી લોક મૂકે ચર્ચા છે.