Ahmedabad : શહેરમાં દિવસે નશા કારક પ્રવૃત્તિનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. જેને લઇને તમામ એજન્સીઓ કામે લાગી છે પરંતુ અમદાવાદ પોલીસની એક એજન્સીએ ગોમતીપુર ઉપરાંત રખિયાલ વિસ્તારના ચાર માળિયામાંથી કાયનાત નામની મહિલા સહિત તેની સાથે બીજી બે મહિલા અને બે પુરુષને પાંચ દિવસથી લઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેમાં બે મહિલાઓના નાના બાળકો છે જ્યારે બે વૃદ્ધ વ્યક્તિ છે. એક મહિલા જે કથીત રીતે ડ્રગ્સ માફિયામાં લોકચર્ચિત છે.