Ahmedabad : અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને બિલ્ડીંગ બનાવી હોય ફ્લેટ બનાવવું હોય કે પોતાનું મકાન બનાવવું હોય પણ જમીના મેનપુર વાલા ગેંગ ને જો તમે ખાંડણી ના ભરો તો તમારું મકાન જમીન દોસ્ત પણ થઈ શકે છે. આવી ધમકીના કારણે જમાલપુરમાં અનેક લોકોએ આંખ મહિલા સંચાલિત ગેંગને લાખો રૂપિયા ભરી દીધા. અમારા સૂત્રો તો એવું જણાવી રહ્યા છે કે આખા જમાલપુર ના બાંધકામો ચલાવનારા પાસેથી સવા કરોડ રૂપિયા સુધી કમાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘણા લોકો ચૂપચાપ પૈસા ભર્યા હોવા છતાં જમાલપુરના એક બિલ્ડર માસુમખાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ખંડણી ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ થી આ ગેંગ અમદાવાદ છોડીને ભાગી ગઈ છે. આગોતરા જામીન અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવ્યા છે. હાલ 7 એક જમાલપુરના પીડીતે અમારું સંપર્ક કર્યું. તેઓએ અમોને જણાવ્યું કે તેમને પણ સવા લાખ રૂપિયા ખંડણી ભરી છે. ત્યારબાદ તેમનું પણ મકાન હાલ ડિમોલિશન કરી નાખવામાં આવ્યું છે.