Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા બદલવાની કોંગ્રેસના કાઉન્સિલરોની લાંબા સમયથી માગ છે. ઘણા સમયથી અમદાવાદ કોંગ્રેસના કાઉન્સિલરમાં જૂથવાદ પણ થઈ રહી હોવાની ચર્ચા છે. ઉપરાંત અગાઉ બળવો કરવાની કોશિશ પણ થઈ ચૂકી છે. ગુજરાત પ્રદેશ કક્ષાએ રજૂઆત કર્યા બાદ દિલ્હી સુધી રજૂઆત કરી. કે.સી.વેણુગોપાલને મળીને આવ્યા, એને પણ 20થી 25 દિવસનો સમય થઈ ગયો, હજી કંઈ એક્શન ન લેવાતાં એકબીજાને સવાલ પૂછી રહ્યા હશે કે હવે શું કરીશું ?