Ahmedabad : અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં એન્જલ ડેવલપર્સના બિલ્ડર માસુમખાન દ્રારા હવેલી પોલીસ સ્ટેશનમાં મહિલા સંચાલિત ખંડણી ખોર ગેંગ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ત્યારબાદથી આ ગેંગ ગાયબ થઈ ગઈ હતી. આ ગેંગના આગોતરા જામીન અમદાવાદ નામદાર સેશન્સ કોર્ટે ફગાવ્યા છે.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી એ છે કે ઉચ્ચ અધિકારીમાં,નેતા પહોંચ હોવાની વાતો વેહતી કરીને નાના વેપારીઓ ,બિલ્ડરો, બાંધકામ કરનાર નાગરિકો પાસે કથિત રીતે ખંડણીઓ માંગવામાં આવતી હતી. જમાલપુરના ઘણા નાગરિકોએ પોતાનું બાંધકામ બચાવવાના ડરથી પૈસા પણ ભર્યા હતા.