journalist auzef
અમે મદારી છીએ ! શું અમે મનુષ્ય નથી ?થોડાક વર્ષો પહેલા ગામેગામ અને શહેરોમાં ટોળું ભેગું કરીને નાગ સાપ વીંછી વિવિધ સૃષ્ટિને જીવંત બતાવતા મદારીઓ અચાનક જ ઓછા થઈ ગયા છે. એનીમલ પ્રોટેક્શન એક્ટ લાગતા ગભરાઈ જવાય એવા જીવોની સમજ આપતા મદારીઓ દૂર દૂર સુધી જોવાતા જ નથી. મદારીઓ પોતાનું ગુજરાત અને પરિવાર કેવી રીતે ચલાવતા હશે… હાલના સમયમાં લાલવાદી અને ફુલવાદી મદારીઓ હાલ શું કરતા હશે ? આવા પ્રશ્નો તો ઘણા લોકોના મનમાં થતા હશે.ભારતને આઝાદી મળ્યા ના 75 વર્ષ વીત્યા પછી પણ ઘણી બધી વિચરતી જાતિઓ વિશે સામાન્ય પ્રજાને સમજમાં આવવું મુશ્કેલ છે. પરંતુ સત્તા પર બેઠેલા અને પોતાનો વિકાસ કરતા કેટલાક લોકોને એ પણ દરકાર નથી વિચરતી વિમુક્ત જાતિઓ સમાજમાં વિકાસ નામની વસ્તુથી ખૂબ દૂર છે.19 ડિસેમ્બર, 2022 ના રોજ દિલ્હી ચકલા કોનફીટોરીયમ ખાતે બુધન થિયેટર દ્વારા “second class citizen” નામનું નુક્કડ નાટકનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. જેમાં સાપ નું ખેલ બતાવનાર મદારી, નટ, છારા જેવી વીજળી જ્ઞાતિના લોકો ની વર્તમાન પરિસ્થિતિ શું છે ? સમાજમાં તેમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ? તેના ઉપર નાટક રૂપી પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું.પરંપરાગત રીતે મદારીઓ ગામેગામે ખેલ બતાવવા જતા હતા. એનિમલ પ્રોટેક્શન એક્ટ લાગતા ત્યારબાદ મદારીઓ પરિસ્થિતિ કફોડી બની છે.સાંપ, વીંછી,વાંદરું વગેરેનું ખેલ બતાડી પોતાનું રોજી ગુજરાન ચલાવતા મદારીઓની હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે.ખેલ બતડીનેં પૈસા મળતા હતા.તે પણ હવે બંધ થઈ ગયું છે. જેથી મદારી પુરુષો દ્વારા ગામે ગામે દીક્ષા માંગવા જવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમને બાળક ચોરી, ચોરીના આક્ષેપો થતાં તેમને અત્યાચાર અને બદનામી નો સામનો કરવાની વારી આવી ગઈ.કાલે નુક્કડ નાટક દરમિયાન મહીસાગરના કોઠંબા ગામથી આવેલા મદારી બહેનો જણાવે છે કે પુરુષો ગામ ગામ ભિક્ષા માંગવા જાય તેમના પર ચોરીના આક્ષેપો થતા. તેથી જેલ જવાની વારી આવતી.એથી પુરુષોની જગ્યાએ સ્ત્રીઓએ ગામે ગામે ભિક્ષા માંગવા જાય છે. પરંતુ દીક્ષા મળે ના મળે તો ખાવાના પણ ફાફા થાય છે.મદારી બહેન ૧૧) મહીસાગરના કોઠંબા ગામ પાસે આવેલ ચિત્રી પોળ ગામે ભિક્ષા માંગવા ગયા હતા. ત્યાંરે બચ્ચા ચોરી વાળા માણસો છે તેવું કહીને પુરુષોને માર મરવામાં આવ્યો. તેથી મદારી સ્ત્રીઓ ત્યાં ગઈ.ત્યારે ત્યાંના સરપંચે પણ મદારી પરિવાર ને માર માર્યો હતો. નાના કરી ગધેડા પર વરઘોડો કાઢો તેવી વાતો કરવા મળી હતી.બહેનોના પણ કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. માર માંરવામાં આવ્યું હતું.મદારી બહેન ૨:ભિક્ષા માંગવા જઈએ ત્યારે કથિત ખરાબ વાતો ગંદી વાતો સામનો કરવો પડે છે. ના સંભળાય તેવી વાતો સાંભળવી પડે છે.મદારી બહેન ૩બોડેલી પાસે નો જાંબુઘોડ ગામ એક મદારી બહેન ભિક્ષા માંગવા ગઈ હતી. ત્યારે તેનો પીછો ચાર લોકો કરવા માંડ્યા હતા. ત્યારબાદ તે પોતાના ગામ આવવા જંગલના રસ્તે થઈને આવતી હતી ત્યારે જંગલમાં તેમના હાથ પગ બાંધીને કપડાં કાઢીને હાલતમાં ઝાડ પર લટકેલ લાશ મળી હતી.બહેનનું કહેવું છે કે અમે જાતના મદારી હોવાથી અમને કોઈ રૂમ ભાડે આપતું નથી. ગામે ગામે ભિક્ષા માંગીને ખાવાની હાલત થઈ ગઈ હોવાથી બાળકોને અમે ભણાવી શકતા નથી. ભિક્ષામાં માંગીને ખાવું પડે છે. ભીક્ષામાં જે પૈસા મળે તેના પર ઘર ચાલે છે.તેઓ કહે છે કે રહેવા માટે ઘર નથી. ખેતી માટે જમીન નથી. તમે ગમે ફરીને માંગીને ખાવાનું જેથી બાળકોને ભણી શકતા નથી.ગુજરાતમાં 5 લાખ થી વધારે મદારી પરિવારો છે. પરંતુ ભટકતું જીવન હોવાથી તેમની સંખ્યા ની ગણતરી કરવી મુશ્કેલ છે.