Ahmedabad જમાલપુરમાં રહેતા ઇલિયાસભાઇ નાગોરી ઘરે હાજર હતા ત્યારે તેમનો પુત્ર અરબાઝ દોડીને ઘરે આવ્યો અને સલમાન ઉર્ફે કણી નાગોરીએ જયુંપીટર વાહનને આગ લગાવી હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ દોડીને ઘરની નીચે ગયા ત્યારે સલમાન ઉર્ફે કણી ત્યાંથી ભાગી ગયો હતો. બીજે દિવસે આ સલમાન ઉર્ફે કણીને ઇલિયાસભાઇ જોઇ જતા વાહનને આગ લગાવવા બાબતે ઠપકો આપતા તેણે બોલાચાલી કરી અહીં રહેવું હોય અને વેપાર કરવો હોય તો પૈસા આપવા પડશે નહિ તો મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો. બાદમાં આ સલમાન ઉર્ફે કણીએ એક કિટલી પર ચા પીને પૈસા ન આપી ધમકી આપતો હોવાથી કંટ્રોલરૂમને જાણ કરાતા હવેલી પોલીસે સ્થળ પર પહોંચી આરોપી સલમાન ઉર્ફે કણીની ધરપકડ કરી હતી.