Ahmedabad: ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશકુમાર ફરજ પર હાજર હતા ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર તરફથી ગાજીપીર જમાલપુર પાસે જુગારનું મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે એક શખ્સ પોલીસને જોઈને મોબાઈલ ફોન ફેંકી ભાગી ગયો હતો. ત્યારબાદ બીજો એક શક્સ પોલીસને મળ્યો”મેરે કો પહેચાના? મેં સોહેબ તુના, તુમને મેરે પે લકડી કયું ઉઠાઈ આમ કહીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આ વ્યક્તિએ હું તારા નામની ખોટી એલીગેશન કરીશ અને તને હવેલી માંથી ના ભગાડું તો મારું નામ તૂનો નહિ. કહીને ઘર્ષણ કરતા પોલીસ તેને પકડવા ગઈ ત્યારે આ શખ્સ વાહન લઇને ભાગી ગયો હતો .ત્યારબાદ આગળ એક વ્યક્તિએ તમે વારંવાર કેમ અહીંયા આવો છો અહીંયા જુગાર ચાલતું નથી તેમ કહેવા લાગ્યો.તેનો ફોન તપાસતા તેના ફોનેમાંથી પોલિસ સાથે ઘર્ષણ નો વિડિયો મળ્યો હતો .હાલ બને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.