Ahmedabad : અમદાવાદમાં મધ્ય ઝોનમાં જમાલપુર વિસ્તારમાં મુંબઈ અંડર વર્લ્ડના મુવી હસીના પારકર ની જેમ લોકોમાં રોફ જમાવીને પ્રોટેક્શન મની અને એક્સટ્રોસનનું રાફડો જમીલા મેનપુર વાળા દ્વારા ફેલાવવામાં આવ્યો હતો. જમાલપુર છીપાવાડ આસ્ટોડિયા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ રેસીડેન્સ બાંધકામ બનાવતું હોય કે પછી ફ્લેટ બનાવતો હોય મન ફાવે તેટલા પૈસા માંગવામાં આવતા હતા. જમીલા જમીનના મેનપુરવાલા,તેનો દિકરો વસીમ,તેનો પતી, તે ઉપરાંત અન્ય મહિલા દ્વારા સિન્ડિકેટ ક્રાઇમ આચરવામાં આવતું હતું. છેલ્લા બે વર્ષથી જમાલપુર વિસ્તારમાં પ્રોટેક્શનમની લોકોએ પોતાનો ઘરનો બચાવ કરવા માટે ભરવાનું શરૂ કરી દીધું . અગાઉ આ ગેંગ રીવરફ્રન્ટ પર ચાલતા જુગારધામ સંચાલકના હપ્તા ને લઈને પણ મગજમારી થઈ હતી. તે ઉપરાંત ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીના નામથી ઉપરાંત બે ધારાસભ્ય ના નામથી લોકોમાં રોફ જમાવીને ખંડણી ઉઘરાવવાનું કામ આ ગેંગ કરે છે.જમાલપુરના બિલ્ડર માસુમ ખાન દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ઉચ્ચ પહોચ ધરાવતી આ ગેંગ ફરાર છે. પોલીસ દ્વારા પણ લોકોને જાગૃતતા માટે જે લોકો આના ભોગ બન્યા છે તેમને ફરિયાદ લખાવવા આવવા વિનંતી પણ કરવામાં આવી છે. હાલ તો તમામ ફરાર છે.સૂત્રોના જણાવ્યા અનુસાર તેવી માહિતી મળી છે કે જમાલપુર છીપાવાડ અને આસ્તોડિયમાં મોટાભાગના બાંધકામ કરનારાઓએ ખંડણી સ્વરૂપે પૈસા ભરેલા છે
.પીડિત ૧
પીડિત એક જણાવે છે કે છીપાવાળમાં તેનું અને તેના સગાવાળાનું આમ બે મકાન બનતા હતા. તે લોકોને ઘર તોડાવી નખાવાની ધમકી આપીને તેમની પાસેથી 3 લાખ રૂપિયા ખંડણી લેવામાં આવી.
પિડીત 2
બે જણાવે છે કે તેણે આસ્ટોડીયા બાંધકામ કર્યું છે. તેને પોતાના દિલ પર પથ્થર મૂકીને પૈસા આપવા પડ્યા તેવું તે જણાવી રહ્યું છે. અને તે વ્યક્તિએ કીધું કે તમે મારી જગ્યાએ હોત તો તમે પહેલા ઘરની ફિકર કરતા. તેથી મે અઢી લાખ રૂપિયા આપી દીધા.
પીડીત 3
ત્રણ જણાવે છે કે તેનું મકાન બનતું હતું તેને ત્રણ મહિના ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યું. તે મહિલાએ છેલ્લે 2.95 લાખ રૂપિયા આપી દીધા. તેમને જેલમાં પુરાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. તે ઉપરાંત તેમના ઘરે પણ આવીને ધમાલ કરવામાં આવતી હતી.
પીડિત 4
.જમાલપુરના એક બિલ્ડર જણાવે છે કે તેમની પાસેથી તો પૈસા લીધા હતા પરંતુ તેમના ભાઈને પણ ફોન પર ધમકી આપીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.હાલ તો ગાયકવાડ હવેલી પોલીસ કડક રીતે કાર્યવાહી કરી રહી છે. ઉચ્ચ પહોચ છે તેવું રોફ જમાવીને પૈસા પડાવતી આ ગેંગ હાલ અમદાવાદ બહાર ભાગી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાયકવાડ હવેલી પોલીસ પણ કડક રીતે હાલ કાર્યવાહી કરી રહી છે અને લોકોને અપીલ પણ કરી રહી છે જે લોકો પણ આ ગેંગના શિકાર બન્યા હોય તો તે બહાર આવે પોલીસ નિષ્પક્ષ રીતે તેમની સાથે છે.મોડસ ઓપરેન્ડીવાત કરીએ તો આ ગેંગની મોર્ડસ ઓપરેન્ડી એ છે એમની પાસે મહિલાઓ વધુ છે. તેથી આ લોકો જ્યારે કોઈ પુરુષ સાથે કસી પણ મગજમારી થાય કે પૈસા આપવાનું ના કહે ત્યારે મહિલાઓને આગળ કરીને ખોટા કેસોમાં પણ ફસાવી દે છે.હજુ પણ લોકોને પોતાનું ઘર ફરીથી તૂટી જાય તે ડરના કારણે લોકો પોલીસ પાસે આવતા નથી તેવું જાણવા મળી રહ્યું છે.