અમદાવાદના વસ્ત્રાપુરમાં PCB એ રિવોલ્વર અને જીવતા કારતૂસ, વીદેશી દારૂ સાથે 3ની ધરપકડ કરી
અમદાવાદમાં ગઈકાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો હતો. જ્યાં પોલીસે એક શખ્સને પિસ્ટર અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે વસ્ત્રાપુરમાંથી ત્રણ શખ્સો રિવલ્વર, કારતૂસ અને દારૂની બોટલો સાથે પકડાયાં છે.
બાતમીને આધારે પીસીબીએ રેડ કરતાં મેમનગર વિસ્તારમાંથી નિખિલ દિક્ષિત નામના વ્યક્તિ પાસેથી રિવલ્વર અને કારતૂસ મળી આવ્યા હતાં. આરોપી પાસેથી એક રિવલ્વર અને 6 જીવતા કારતૂસ પીસીબીએ કબજે કર્યાં હતાં. તે ઉપરાંત આરોપી પાસેથી બિયર અને દારૂની બોટલો પણ મળી આવી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને હથિયાર અને દારૂ કોને આપવાના હતાં તેની તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત નિખિલ દિક્ષિત સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનોં નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદમાં હવે ડ્રગ્સ અને દારૂની સાથે હથિયારોની પણ હેરાફેરી થવા માંડી છે.