Aabeda pathan,journalist auzef
અમદાવાદમાં મધ્ય ઝોનમાં ફક્ત જમાલપુરમાં જ ડિમોલિશનની કામગીરી કેમ ?
છેલ્લા એક મહિનાથી મધ્ય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની શરૂઆત થઈ છે. પણ સવાલ ત્યાં ઉભા થઈ રહ્યા છે કે મધ્ય ઝોનમાં ફક્ત જમાલપુરમાં જ કેમ એવા સવાલો સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
જમાલપુર વિસ્તારના બિલ્ડરોના બાંધકામો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે. જ્યારે મધ્ય ઝોનમાં ખાડિયા ,માણેકચોક ,દરીયાપુર, શાહપુર ,દાણીલીમડા જેવા ઘણા વિસ્તારો છે. ખાડીયા, માણેકચોક, કાલુપુરમાં હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરી ગેરકાયદેસર રીતે ગોડાઉન તરીકે વપરાશ કરવામાં આવે છે. હેરિટેજ મકાનોને તોડીને બાંધકામની પરમિશન ન હોવા છતાં બિલ્ડીંગમાં ઊભી કરવામાં આવે છે .ત્યાંરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના લોકસર્જિત સરકારી બાબુ કેમ આખા આડા કાન કરી રહ્યા છે.
બીજી બાજુ જમાલપુરમાં જ્યારે કોઈ જગ્યાઓના પર બિલ્ડીંગના પાયા ખોદાય છે. ત્યારે તેમને ગેરકાયદે દેખાતું નથી. આવા સરકારી બાબુઓ આશ્વાસન આપી પૈસા લઈને તેમને બિલ્ડીંગ ઊભી કરવા દે છે.જ્યારે બિલ્ડીંગ ઊભી થઈ જાય છે ત્યારે પોલિટિકલ વોર, બિલ્ડરો વચ્ચેની વોર થાય છે.ત્યારબાદ દબાણ આવતા સરકારી બાબુ જાગી જાય છે. ત્યારબાદ બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરી હાથ ધરાય છે. તેથી વારંવાર આજ સવાલ થાય છે કે મધ્યઝોન એસ્ટેટનું તંત્ર કોના ઇશારે કામ કરી રહ્યું છે.
કોની બિલ્ડીંગના શિલ્ડ મારવા ,કોની બિલ્ડિંગના શિલ્ડ ખોલવા, કોની બિલ્ડીંગ તોડી પાડવી, કોની બિલ્ડીંગ બચાવી ત્યાં સુધીની પણ કામગીરી કેટલાક નોન પોલિટિકલ અને પોલિટિકલ લોકોના કહેવાથી થઈ રહી હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.તેવું જનતા પણ જોઈ રહી છે.
જ્યારે જમાલપુર દરવાજા પાસે બિલ્ડીંગ તોડી પાડવામાં આવી તે 100 મીટર હેરિટેજ જમાલપુર દરવાજા ની હદમાં આવે છે આમ કહીને તોડી પાડવામાં આવી.
ત્રણ માળ બન્યા ત્યાં સુધી શું તંત્ર નિંદ્રામાં હતું?
શું મધ્ય ઝોન એસ્ટેટ વિભાગનું તંત્ર પોલિટિકલ અને નોંધ પોલિટિકલ લોકોને ઈશારે કામ કરી રહ્યું છે?
મધ્ય ઝોનમાં આજે પણ કેટલીક ઇમારતો એવી છે કે જે હેરિટેજના 100 મીટર ની અંદર બની ગયા છે. બિલ્ડીંગ બનીને લોકો રહેવા લાગ્યા ત્યાં સુધી AMC એસ્ટેટ વિભાગને જાણ ન હોય અને 3 માળ બને ત્યારે જાણ થાય અને પાયા ખોદાય ત્યારે જાણ ન થાય આ વાત ગળે ઉતરે ખરી ?
તે પરથી સાબિત થાય છે કે એસ્ટેટ વિભાગમાં કંઈક રંધાઈ રહ્યું છે .