Ahmedabad: અમદાવાદમાં લાલ દરવાજા રૂપાલી પાસે આવેલા પાર્કિંગમાં છેલ્લા દસ દિવસથી કોમી એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હતી. જેમાં ગઈકાલે ફાઇનલ મેચ હતી. જેમાં દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઇ જૈન, પૂર્વ કાઉન્સિલર હસન લાલા, જમાલપુર રાયખડના કાઉન્સિલર અફસાના બાનુ ચિસ્તી પણ હાજર રહ્યા હતા.
કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ખાનપુર યુથ ગ્રુપ ના ઓર્ગેનાઈઝર કાદર ફોરમેન સીબગતુલ્લા હૈદરખાન અને મધતઉલ્લા દ્વારા રૂપાલી સિનેમા સામે પાર્કિંગ મા અમદાવાદ શહેર ની હિન્દૂ મુસ્લિમ 32 ટીમો ને રમાડવામાં આવી હતી.
ગઇ કાલના રોજ ફાઇનલ મેચ મા બાપુનગર ની (જે. કે. ઇલેવન.) ટીમ ની જીત થઇ હતી.જેમાં કેપ્ટન જાવેદખાન ને દરિયાપુર વિસ્તાર ના ધારાસભ્ય શ્રીમાન કૌશિક ભાઇ જૈન દ્વારા મેઈન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર શ્રીમાન હસનખાન પઠાણ (હસન લાલા) દ્વારા જાવેદખાન કેપ્ટન ને રૂપિયા 11હજાર નુ ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
દુધેશ્વર ની M. M. C. C. રનર અપ રહી હતી. તે ટીમ ના કેપ્ટન ઉંમરખાન ને જમાલપુર રાયખડ ના મ્યુનિ. કાઉન્સિલર શ્રીમતિ અફસાનાબાનું ચિશ્તી દ્વારા સેકન્ડ ટ્રોફી આપવામાં આવી હતી.
આ પ્રોગ્રામ ના મુખ્ય મેહમાન ધારાસભ્ય શ્રી કૌશિક ભાઇ જૈન’ હાજર રહે હતા.
અતિથિ વિશેષ મ્યુનિ. કાઉન્સિલર અફસાનાબાનું ચિશ્તી હાજર હાત.
આ કાર્યક્રમ ના પ્રમુખ સ્થાને પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર શ્રી હસનખાન પઠાણ (હસન લાલા ).
ત્રણે મહાનુંભાવો નુ સ્વાગત ખાનપુર યુથ ગ્રુપ ના અબ્દુલ કાદર ફોરમેન, શિબગતઉલ્લા પઠાણ, હૈદરખાન અને મધતઉલ્લા, મુનીભાઇ અને હમીદઉલ્લાખાન ઓર્ગેનાઇઝરો એ આ સર્વે મહાનુભાવોનો ફૂલ હાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.