Ahmedabad: અમદાવાદમાં જમાલપુર છીપાવાડ જે દુબઈથી અમદાવાદની ગોલ્ડ સમગ્લિંગ લાઈનમાં ખૂબ જ ફેમસ થતું જઈ રહ્યું છે. જેમાં મોટાભાગની મહિલાઓ આ કામમાં જોડાયેલી છે.હાલ તો સોનાના ભાવમાં ડ્યુટી ઓછી થવાથી થશે કે નહીં તેના સામે પણ સવાલ છે !
અમદાવાદમાં જમાલપુર ની ગોલ્ડ સ્મગલિંગ મહિલાઓ જેનું કનેક્શન જમાલપુર ની નામચીન ગેંગ સાથે છે. અંકલેશ્વરના સોનાનું વેપાર કરનાર એક વ્યક્તિએ વડોદરા ની ગુલજનન્ત સાથે સંપર્ક થયું હતું. જે ગુલજન્નત નામની મહિલાએ તેમનું સંપર્ક અમદાવાદમાં જમાલપુર વિસ્તારની મહિલા સંચાલિત એક ગેંગને સાથે કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ગેંગની મહિલાઓ અને પરિવાર સભ્ય ગોલ્ડ લેવા માટે પાસપોર્ટ અને વીજાની સુવિધા કરી જે પણ પૈસા નક્કી કરી દુબઈ ગયા હતા. ત્યારબાદ તેઓ દુબઈથી તે ગેંગના કેરિયર મહિલાઓ અમદાવાદ એરપોર્ટ પર સાડા ત્રણસો ગ્રામ ગોલ્ડ લઈને આવ્યા હતા. ત્યારે અંકલેશ્વરના રિસીવરો પણ અમદાવાદ એરપોર્ટ પર હાજર હતા. તે દરમિયાન તે લોકો ગોલ્ડ આપ્યા વિના ગોલ્ડ અમે વોશરૂમમાં નાખી દીધું છે તેવા બહાના કાઢવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓનું પીછો કરતા અમદાવાદના મણીનગર કાંકરિયા પાસેના આવેલા ગાર્ડન સુધી પીછો કરવામાં આવ્યો હતો. તે જગ્યા પર મહિલા ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને ત્યાંથી તેઓ ગોલ્ડ લઈને ભાગી ગયા હતા.
ટૂંક સમયમાં અંકલેશ્વરની જે પાર્ટી સાથે આ બનાવ બન્યો છે તે પાર્ટી ફરિયાદ દાખલ કરાવશે.
જેમાં વડોદરાની જન્નત ગુલ ની પણ શું સંડોવણી છે અને જમાલપુર ગાજીપીર ની ચાંદનીવાલી નું શું કનેક્શન છે તે પણ બહાર આવશે ?