Ahmedabad: અમદાવાદમાં જમાલપુર બેહરામપુરા અને દાણીલીમડામાં વેપારીઓ અને ફેક્ટરીઓના લોકોનો કરોડો રૂપિયાનો ફાંદો કરનાર વાજિદ ખાન સામે અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રસંસનીય કામગીરી કરીને વાજીદ ખાનની ધરપકડ કરી જે લોકો સાથે ફ્રોડ કરવામાં આવ્યું હતું તેનું પર્દાફાશ કરવામાં આવ્યું છે.
વાજીદ ખાન દ્વારા જુદી જુદી મંડળીમાં સ્કીમો ચલાવીને જમાલપુરના મોટાભાગના વેપારીઓ તે ઉપરાંત નાની પેઢી ધરાવતા લોકો પાસે જુદી જુદી લોભામણી સ્કીમો આપીને પૈસા લઈ ફ્રોડ કરી નાખવા આવવાનું જાણવા મળ્યું છે.
અમારા દ્વારા આ અહેવાલ ચલાવતા એક બહેન અને એક પુરુષ દ્વારા અમારું સંપર્ક કરવામાં આવ્યું છે. પુરુષના બે કરોડ રૂપિયા તે ઉપરાંત એક બહેનના 30 લાખ રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો છે. પીડિતો જણાવે છે કે તેમને બીક લાગતી હોવાથી તેઓ પોલીસ સુધી જતા નથી. તેવી તેમના દ્વારા પોતાની વ્યથા જણાવી છે. જ્યારે કેટલાક લોકો સમાજમાં સારી છબી ધરાવતા હોવાથી તેઓ પોતાનું નામ બહાર આવશે તે ડરતી પણ ફરિયાદ કરતા નથી.
તપાસનો એ વિષય છે કે
વાજીદ ખાન પર કોના ચાર હાથ છે ?
વાજિદ ખાન પાછળ શું કોઈ મોટું પીઠબળ છે ?