Ahmedabad: journalist Auzef Aabeda pathan અમદાવાદમાં લો ગાર્ડન, કલગી ચાર રસ્તા નજીક આંગડિયા પેઢીના કર્માચારીઓ પર ફાયરિંગ કરી લૂંટ ચલાવનાર લૂંટારુઓ ઝડપાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ p.i સાલુંકે,psi ઓડેદરા અને psi પઠાણ ની ટીમે 400થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી બન્ને લૂંટારુંઓને ઝડપી લીધા છે. આ લૂંટારુઓ એક વર્ષ અગાઉ જમાલપુર કાચ ની મસ્જિદ પાસે આંગડીયા લૂટને અંજામ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. એ પણ ગુનો ડીટેકત થયો છે.
લાખ પૈકી 35.58 લાખ રૂપિયાની રિકવરી કરી હતી. ઝડપાયેલા લૂંટારુંઓ જફર અને જાવેદે લૂંટ કરવા માટેએક્ટિવા ચોર્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા સફેદ એક્ટિવા પર કાળો કલર કર્યો હતો અને ગાડીની નંબર પ્લેટ લગાવી હતી. જ્યારે બે વખત કપડાં પણ બદલ્યા હતા. તેમની આટલી બધી કારીગરી છતાં ક્રાઈમ બ્રાંચની ટીમે તેમને ઝડપી લીધા હતા. આટલું જ નહીં આ બન્ને આરોપીઓએ ગત વર્ષે જમાલપુરમાં એક આંગડિયા પેઢીના કર્મચારી પણ હુમલો કરી 28 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. તેનો પણ ભેદ ઉકેલાયો છે. જોકે આ લૂંટના મુદ્દામાલમાંથી કશું જ રિકવર નથી.
આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ બાબુભાઈ પ્રજાપતિ અને મનુભાઈ પટેલ 10મી જુલાઈની સાંજના સુમારે જમાલપુરથી બે થેલામાં 65 લાખ રૂપિયા લઈને પોતાની ઓફિસ
જવા માટે રિક્ષામાં રવાના થયા હતા. ત્યારે જ લૉ ગાર્ડન, કલગી ચાર રસ્તા નજીકે કાળા એક્ટિવા પર આવેલા બે લૂંટારુંઓએ રિક્ષાચાલક અને આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બન્ને કર્મચારીઓએ ઝપાઝપી કરતાં લૂંટારુંઓએ પોતાની પાસેની એરગનથી ફાયરિંગ કરીને 40 લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરીને ભાગી ગયા હતા. બનાવ સંદર્ભે જાણ થતાં સ્થાનિક પોલીસે અને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. સંખ્યાબંધ સીસીટીવી કેમેરા ચેક કરતા એક્ટિવાનો નંબર મળી આવ્યો હતો પરંતુ તપાસ કરતાં તે એક્સેન્ટ ગાડીનો નંબર હોવાનું જાણી શકાયું હતું. લૂંટારુંઓએ અમદાવાદ પોલીસને પડકાર ફેંકયો હોવાથી ક્રાઈમ બ્રાંચની ટીમો એક્ટિવ બની હતી. જેમાં ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકે તેમના psi ઓડેદરા અને તેમની ટીમે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી બાતમીદારો એક્ટિવ કર્યા હતા. ત્યારે જ તેમને બાતમી મળી હતી કે આ લૂંટ જફર ઇકબાલ નિયાઝઅહેમદ રંગરેજ (ઉ.વ. 38, રહે. શાહઆલમ સોસાયટી દાણીલીમડા) તથા મહંમદ જાવેદ ઉર્ફે જબ્દો મહંમદ હનીફ રંગરેજ (ઉ.વ.38 રહે, પીરકમાલ
દરગાહ કંપાઉન્ડ, દાણીલીમડા)એ કરી છે. ઈન્સ્પેક્ટર સાબુકની ટીમે તરત જ તેમને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસને 35.53 લાખ રોકડા અને
લૂંટમાં વપરાયેલ એક્ટિવા પણ મળી આવ્યું હતું. પોલીસે લૂંટારુંઓને ઝડપી લીધા બાદ એસીપી ભરત પટેલે તેમની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેઓ
બે મહિના સુધી જમાલપુર બ્રિજ નીચે 9 જુલાઇએ એક્ટિવા ચાલુ થયું નહીં માટે 10મીએ લૂંટ કરી
બેસીને આંગડિયા પેઢીના માણસોની
રેકી કરતા હતા. કયા માણસો રોકડ લેવા
આવે છે અને ક્યા વાનમાં આવે છે. તેની
વિગતો એકત્રિત કરી લીધી હતી. લૂંટને અંજામ આપવા માટે તેમણે રવિવારી બજારમાંથી એક સફેદ એક્ટિવા ચોર્યું હતું. જેને બ્લેક સ્પે મારી કાળો રંગ કરી દીધો હતો. ત્યારબાદ 10મી તારીખે તેમણે લૂંટને અંજામ આપ્યા હતો. ત્યારબાદ તેમણે પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરશે તેવું માનીને બે વખત કપડાં બદલીને પોત પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. આ રૂપિયા પૈકી જબ્બાએ જફરને એક લાખ આપ્યા હતા. જ્યારે સાડા ત્રણ લાખનું દેવું ચૂકવ્યું હતું. પોલીસની પૂછપરછમાં તેમણે ગત વર્ષે જાન્યુઆરીમાં કરેલી 28 લાખ રૂપિયાની આંગડિયા પેઢીની લૂંટની પણ
કબૂલાત કરી છે.
સફેદ એક્ટિવ ચોરીને કાળો કલર કર્યો, એક્ટિવા પર એક્સેન્ટ કારની નંબર પ્લેટ લગાવી પોલીસને ગેરમાર્ગે દોરી
* ક્રાઈમ બ્રાંચે સંખ્યાબંધ સીસીટીવી કેમેરા ચેક કરી લૂંટારુંઓને ઝડપ્યાઃ અગાઉ કરેલી 28 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો.