Ahmedabad: journalist Auzef Aabeda pathan
અમદાવાદમાં અસારવા મેહદીપુરા વિસ્તારનો પ્રિન્સ મિસ્ત્રી નામના વ્યક્તિ દ્વારા અસારવા વિસ્તારમાં રહેતા રહેવાસીઓની 40થી વધુ ગાડીઓ એક પોલિટિકલ પાર્ટીનું ખોટું નામ વટાવી નામ આરસી બુક સાથે લઈને બારોબાર દૂધેશ્વર સહિત શાહપુર વિસ્તારમાં મુસ્લિમ ભાઈઓને ગીરવે મૂકી દેવામાં આવી. ત્યારબાદ તે પૈસા લઈને ફરાર થઈ ગયો છે.
જેના બાદ તેના દ્વારા જે જે લોકોની ગાડીઓ ગીરવે મૂકી દેવામાં આવી છે તેઓ તમામ લોકોને જ્યાં ગીરવે મૂકવામાં આવે છે તેમના એડ્રેસ અને મોબાઈલ નંબર આપી અને મોબાઈલ પણ બંધ કરી દીધેલ છે.
હાલ જે લોકોની ગાડીઓ જે સ્થળે પડેલી છે તેમનું તેમને મેસેજ મળતા તે લોકો તે સ્થળે પહોંચે છે. અને પોત પોતાની ગાડી પાછી માંગી રહ્યા છે.
જ્યારે જે લોકો પાસે ગાડી મૂકવામાં આવે છે તેમના પૈસા પણ લઈને આ પ્રિન્સ નામનો વ્યક્તિ ફરાર થઈ ગયો છે.
પ્રિન્સ દ્વારા લોકોને ખોટી રીતે છેતરી પોતાની ગાડીઓ લઈ જવી અને બીજા સ્થળે ગીરવે મૂકી તેમની પાસેથી પણ પૈસા લઈ જઈને ફોન બંધ કરી એક આખું શ્રડયંત્ર રચવામાં આવ્યું છે. જેના અંદર ગાડી ગીરવે લેનારનું મારણ થયું હોય તેવું લાગી રહ્યું છે.
શું મુસ્લિમ વિસ્તારમાં જ ગાડીઓ આપીને બદનામ કરવાનું કે પછી ફસાવવાનું કાવરતું છે ?
આજે સ્કેમ કરવામાં આવી છે તેના ઉપર તપાસ થાય ઘણી મોટું માહિતી બહાર આવી શકે છે.
અમારા વિશ્વાસ ને સૂત્રો અમને 150 પ્લસ ગાડીઓનો આંકડો બતાવી રહ્યા છે.