Ahmedabad:
Aabeda pathan
Ahmedabad:માં દિવસે દિવસે શિવા મહાલિંગમ ગેંગ દ્વારા છરી અને બંદૂક ની અણીએ અસામાજિક પ્રવૃતી સાથે સંકળાયેલ લોકોને ઉપાડી રહી છે. ફતેવાડી, જુહાપુરા, સરખેજ ની આ ગેંગે અમદાવાદના કોટ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલ, અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ, ચરસ,ગાંજા,Md ડ્રગ્સ ના ધંધામાં સંકળાયેલા તે ઉપરાંત જેલમાંથી છૂટીને આવનાર લોકોની ઉઠામણી કરીને માર મારી પૈસા પડાવતા હોવાની વાત સામે આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વટવા,બેરલ માર્કેટ,જમાલપુર, પટવા શેરી, મિરઝાપુર, સરખેજ,જુહાપુરમાં અસામાજીક પ્રવૃત્તિનો ધંધો કરતા અનેક લોકોને ઉપાડવામાં આવ્યા હતા.ત્યારબાદ જંગલમાં લઈ જઈને માર મારતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે કે આ ગેંગ દ્વારા હમણાં સુધી 5૦ થી વધુ ડ્રગ્સ, ચરસ,ગાંજા ની પ્રવૃત્તિ કરનાર લોકોને ઉપાડ્યા હોવાનું બહાર આવ્યું છે.આ ગેંગ માર મારી વિડીયો બનાવ્યા હોવાનું જણાવ્યું છે.
જમાલપુરના સલમાન, સેહજાદ,મિરઝાપુર ના આલમ , પટવાસેરી ના સાબાજ, અયાન ને ઉપાડ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રો જણાવે છે કે આ ગેંગ ફક્ત અસામાજિક, ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને નશાકારક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને ટાર્ગેટ કરી રહી છે.
તે ઉપરાંત સૂત્રો જણાવ્યા અનુસાર આ ગેંગ ને મુખ્ય સમર્થન મુદ્દસર નામના વ્યક્તિના હોવાનુ જાણવા મળી રહ્યું છે.આ વ્યક્તિ પર સરખેજ પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.જ્યારે બીજા ગેંગ મેમ્બર પર વટવામાં ફરિયાદ નોંધાવી છે.