Ahmedaabd :અમદાવાદમાં કોલ સેન્ટર માફિયા સામે ગુજરાત સરકાર અને પોલીસ ને મદદરૂપ બનીને અમારું માધ્યમ કોલ સેન્ટર માફિયા સામે પડકારરૂપ કામ કરી રહ્યું છે.જેમાં દરરોજ ફરી એક વાર અમદાવાદ શહેરમાં એક્ટિવ થયેલા કોલ સેન્ટર માફિયા સામે investigative journalisam કરી રહ્યા છે.જેમાં ઘણી માહિતી પોલીસ સુધી પહોંચી ગઈ છે.અમે મદદરૂપ થઈ રહ્યા છીએ.
અમદાવાદમાં જુહાપુરા,સરખેજ,પાલડી,ખાનપુર,શાહીબાગ, ફતેવાડી,કારંજ, જમાલપુર,શાહપુર વગેરે વિસ્તારોમાં કોલ સેન્ટર સંચાલકો એક્ટિવ થઈ ગયા છે પરંતુ નવાઈની વાત એ છે કે પહેલા પશ્ચિમમાં તેમણે ટેકો જમાયો હતો પરંતુ હવે તેઓ માહોલ ઠંડો જણા હતા ઓલ્ડ સિટી અમદાવાદમાં એક્ટિવ થઈ ગયા છે.
જેમાં કોલસેન્ટર જગતમાં આલમ, મુક્તિ, યાકિબ જેણે હાલ અમદાવાદ શહેરમાં સહિત અમદાવાદ શહેરની બહાર આવેલા ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યો અને પાડોશી દેશોમાં પણ પોતાનો અડીંગો જમાવ્યો છે. અમદાવાદ થી ઘણા છોકરાઓને તે લોકો પાડોશી દેશોમાં લઈ જઈ રહ્યા છે.
ટૂંક સમયમાં આ ત્રણેય વ્યક્તિની કેટલી બેનામી સંપત્તિઓ તેમના દ્વારા કયા સેન્ટર પર કયા છોકરાઓને બેસાડવામાં આવેલા છે જે લોકો જે વ્યક્તિ તેમના કોલ સેન્ટરમાં એકવાર કામ કરી દે છે પછી તેને કેમ નીકળવા નથી દેતા બહાર તેની પણ કહાની એક વ્યક્તિ અમારા મીડિયા માધ્યમથી લાઈવ માં કહેશે.
ગુજરાત રાજ્ય સરકાર અને આવકવેરા વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો જેમ માધુપુરા ક્રિકેટ સત્તાકાંડ બહાર આવ્યું હતું તેમ કોલ સેન્ટર કાંડ પણ બહાર આવી શકે છે.