Ahnedabad :અમદાવાદમાં કોલ સેન્ટર માફિયા સામે ગુજરાત સરકાર અને પોલીસ ને મદદરૂપ બનીને અમારું માધ્યમ કોલ સેન્ટર માફિયા સામે પડકારરૂપ કામ કરી રહ્યું છે.જેમાં દરરોજ ફરી એક વાર અમદાવાદ શહેરમાં એક્ટિવ થયેલા કોલ સેન્ટર માફિયા સામે investigative journalisam કરી રહ્યા છે.જેમાં ઘણી માહિતી પોલીસ સુધી પહોંચી ગઈ છે.
અમદાવાદ શહેરમાં આવેલ ઢાલગરવાડ ની M મન્સુરી જે કેટલાક વર્ષો પહેલા એક સમાન્ય વ્યકતિ હતો. પરતું ત્યારબાદ તે ધીમે ધીમે કોલ સેન્ટર આલમમાં અમદાવાદ એક્ટિવ થયો.ત્યારબાદ તે ભારત દેશના રાજ્યો માં આવેલા શહેરો પૂના, દિલ્લી, ચંડીગઢ ઉપરાંત ગોવામાં તેને અમદાવાદમાં બેસીને સામ્રાજ્ય ચલાવ્યું.હાલ અમદાવાદ શહેરમાં તો તે એક્ટિવ છે.પરંતુ અમદાવાદના યુવાનોને પાડોશી દેશ કંબોડિયામાં લઈ જઈને ત્યાં આવેલ એક રિસોર્ટમાંથી ભારતના ઉપરાંત વિદેશના નાગરિકોને છેતરવા માટેનું સેન્ટર ચલાવી રહ્યા છે. તેના પિતરાઈ લોકો જે જુહાપુરાની એક સોસાયટીમાં રહેવાસી જે હાલ અમેરિકા છે તે પણ તેના ભાગીદાર છે.
કોલ સેન્ટર,USDT ઉપરાંત BTC નું કામકાજ ધરાવે છે.સાથે સાથે તે પ્રોસેસિંગ ધરાવે છે.BTC માટેની પ્રોસિસંગ માઈનીંગ સિસ્ટમ પણ અમદાવાદમાં ધરાવે છે.
આની પાસે સિલેકટેડ છોકરા છે જે ગુજરાત, ભારત કે ભારત બહાર કોલ સેન્ટર હોય તે ટીમ કામ કરે છે તેની પાછળ નું કારણ છે તમામને કોકના આદિ કરી નાખવામાં આવ્યા છે.તેઓ ભારે આદિ હોવાથી આ વ્યકતિ પાસે કામ કરે છે.
તેનો એક ભાગીદાર જુહાપુરામાં રહેતો ફરીદ કરીને વ્યક્તિ છે.તે ઉપરાંત બીજો તેને પ્રોટેકશન આપનાર એક જુહાપુરા નો બિલ્ડર છે.