Ahmedabad : અમદાવાદમાં કોલ સેન્ટર આલમ બાદશાહ બાદ કોલ સેન્ટર આકા મન્સુરી પણ મોટાભાઈ પર અમદાવાદ શહેરમાં એક્ટિવ છે તે ઉપરાંત તેના કનેક્શનનો જુહાપુરા ,ખેડા, ઓલ્ડ સિટી ઉપરાંત પડોશી દેશ કંબોડિયામાં પણ છે. તેઓ ઉપરાંત આ કોલ સેન્ટરનો આકા મન્સૂરી જે ભારત દેશના 19 થી વધુ રાજ્યોમાં કોલ સેન્ટર ચલાવી ચૂક્યો છે. સાથે સાથે વાત કરવા જઈએ તો આપણે ઘણા કોલ સેન્ટર આકાઓને બહાર પાડ્યા છે. ઉપરાંત વિશ્વાસનીય સૂત્રો દ્વારા પણ માહિતી આવી રહી છે. સાથે સાથે ગુજરાત પોલીસ પણ હાલ એક્શન મોડમાં તેમના પર સપાટો બોલાવવા કામમાં લાગી છે.
અમદાવાદમાં વાત કરવા જઈએ તો જમાલપુર ,શાહપુર ખાનપુર, જુહાપુરા ,શાહ આલમ ,કારંજ, સરખેજ, સેટેલાઈટ શાહીબાગ, ઘી કાંટા વગેરે વિસ્તારોમાં કોલ સેન્ટર માફિયાઓ એક્ટિવ થયા છે.
જમાલપુર વિસ્તારના કોલ સેન્ટર માફિયા પરવેઝ અને સમિર સવારે 5 વાગ્યે ખમાસા પાસે મીટીંગો કરી મોટા હવાલા પાડે છે.
ખાનપુર વિસ્તારનો કોલ સેન્ટર માફિયા જે શાહીબાગના કોલ સેન્ટર સંચાલક સાથે લિંક ધરાવે છે જે હિંમતનગરમાં કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.
આવનાર એહવાલમાં મનસુરીનું સામ્રાજ્ય ,આલમ બાદશાહ, ઉપરાંત બીજા કોલ સેન્ટર સંચાલકો વીશે માહીતી આપ સુધી પહોંચાડીશું.