Ahmedabad :રાજ્યમાં અવારનવાર રખડતા શ્વાનનો આતંક સામે આવતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં જમાલપુર ગાજીપીર વિસ્તારમાં બની છે.બે બાળકો જઈ રહ્યા હતા ત્યારે બે થી ત્રણ શ્વાન ટુકડી દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો.થોડા દિવસ પેહલા જમાલપુર રાયખડ વિસ્તારમાં આવેલ ગાયકવાડ હવેલી રાજ હોસ્પિટલ પાસે ” સુદંરી ” નામના શ્વાન દ્વારા લોકોને કરડીને આતંક મચાવ્યો હતો.ત્યારબાદ The power of Truth ની જમાલપુર કાઉન્સિલર મુસ્તાક ખાદીવાલા ની રજૂઆત અને ઘણી મેહનત બાદ તે શ્વાન ડીટેઈન કરવામાં આવ્યું હતું.અમદાવાદમાં શ્વાનના હુમલાના લગભગ 25 થી 50 કેસ જોવા મળે છે. તેમજ દરરોજના 120 થી 130 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે. માત્ર અમદાવાદમાં જ શ્વાને લોકો પર કરેલા હુમલાના આંકડા જોઈએ તો 2020માં 51,244 લોકો પર હુમલો કર્યો હતો. ત્યારે 2021માં 50,668 લોકો પર શ્વાનએ હુમલો કર્યો હતો. તેમજ 2022ના આંકડા જોઈએ તો 58,125 શ્વાન કરડ્યા હોવાના કેસ નોંધાયા હતા.તો ચાલુ વર્ષે અત્યાર સુધી 60 હજારથી વધારે લોકો પર શ્વાને હુમલો કર્યો છે.હવે AMC દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે શહેરીજનો ક્યારે મુશ્કેલી માંથી બહાર આવશે તે પણ એક સવાલ છે ?
જમાલપુર ખાડીયા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે વાતચિત કરતા તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જેવી રીતે આજથી 10 વર્ષ પેહલા AMC દ્વારા અમલીકરણ કરવામાં આવતુ હતું તે રીતે કરવામાં આવશે તો જ શ્વાનનું આંતક ઓછું થશે. કા તો અમદાવાદ શહેર બહાર તે શ્વાન ને છોડી દેવા જોઈએ.
https://youtu.be/f_W3WiNhEBc?si=I-q72JL2cxD6BeAe