Ahmedabad :અમદાવાદમાં પટવાશેરી વિસ્તારમાં સોનાના બિસ્કીટની આડમાં વ્યાજના ધંધો મોટા પાયા પર ચાલી રહ્યું છે.જેમાં 5 જેટલા પુરુષો અને ૩ જેટલી મહિલાઓ આ આખું વ્યાજનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે.હાલમાં દિવસે દિવસે તેમનું ત્રાસ પણ વધી રહ્યા હોવાનું પીડિતે જણાવ્યુ છે.પરંતુ સવાલ ત્યાં ઊભા થઈ રહ્યા છે કે એક બજારમાં પાથરણાં ની આડમાં કરોડો રૂપિયાનું વ્યાજનું સામ્રાજ્ય અને સોનું વસાવ્યા હોવાનુ પીડિત જણાવી રહ્યા છે.જો તેમના ત્યાં આવકવેરા વિભાગ તપાસ કરે ઘણું મોટું બહાર આવી શકે છે. ટૂંક સમયમાં નામ સાથે આ વ્યાજખોર નું પર્દાફાશ
પટવાશેરીમાં cb અને Ki નામના વ્યક્તિએ એવું સામ્રાજ્ય બનાવ્યું છે કે તેઓ હાલ આખું બજાર વ્યાજ ઉપર ચલાવી રહયા છે હાલ કાળા કાચ વાળી નવી ગાડીઓ વસાવી છે.
પટવાશેરીના જાણકારોએ કહ્યા મુજબ સોનાના બિસ્કીટના નામે પણ આવી રીતે વ્યાજખોરી ચાલે છે. જે વ્યક્તિને રૂપિયા વ્યાજે જોતા હોય તેને વ્યાજખોર સોનાના બિસ્કીટ ખરીદવાનું કહે છે. દાખલા તરીકે એક તોલા સોનાના બિસ્કીટનો ભાવ રૂ.72 હજાર હોય છે તે પ્રમાણે વ્યાજખોર રૂપિયા આપે છે. પણ 72 હજારને બદલે વ્યાજખોર માત્ર રૂ.62 હજાર આપે છે અને દૈનિક રૂ. 500 કે તેથી વધુ નો હપ્તો નક્કી થાય છે. એટલે 72 હજાર લેનાર વ્યક્તિ 64 દિવસ સુધી વ્યાજખોરને દૈનિક રૂ.500 કે તેનાથી વધુ હપ્તો આપે છે. આ રીતે ગુપ્તરાહે મોટાપાયે વ્યાજખોરી ચાલે છે. પોલીસે આવા તત્વોને ઝડપી લેવા માસ્ટર પ્લાન બનાવ્યો છે અને ઝીણી નજર રાખવામાં આવે છે.
નામ નહીં આપવાની શરતે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં પટવા શેરી સહિત બીજા વિસ્તારોમાં તેલના ડબ્બાના નામે વ્યાજખોરીનું દુષણ એ ફૂલીફાલી રહ્યું છે. આ જાણકાર વ્યક્તિએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિએ વ્યાજ પર રૂ.30 હજાર જોઈતા હોય તો એ વ્યાજખોર આવેલી વ્યક્તિને નજીકની કરીયાણાવાળાની દુકાન પાસે મોકલે છે. એ વ્યક્તિ દુકાન પર પહોંચે તો વ્યાજખોર ફોન કરીને ફોનમાં આવેલ વ્યક્તિને તેલના 30 ડબ્બા આપવાની વાત કરે છે. વ્યાજખોરને આવી દુકાન સામે સેટિંગ હોય છે. તે દુકાનદાર એ વ્યક્તિને 21 હજાર આપે છે. એ દિવસથી એ વ્યક્તિએ આવનારા 40 દિવસ સુધી રૂ.600 દૈનિક આપવા પડે છે. એટલે 21 હજારના 30 હજાર ચૂકવવાના આવે છે.
આવી રીતે પાંચ હજારથી માંડીને લાખો રૂપિયા સુધીનો વ્યવહાર તેલના ડબ્બાના નામે ચાલે છે