Ahnedabad : journalist Auzef Aabeda pathan ને બે વિદ્યાર્થીઓ દ્વારા સંપર્ક કરતા આખું કૌભાંડ બહાર આવ્યું હોવાનું લાગી રહ્યું છે.ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવેલી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નામચીન કોલેજ લોકમાન્ય તિલક કોલેજમાં BCA એડમિશન ના નામે મોટું કૌભાંડ થયા હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમને કોલેજના અંદર ઓફલાઈન એડમિશન ના નામે ફી લઈ લેવામાં આવી અને તેની પર પહોંચ આપવામાં આવી છે તે ઉપરાંત બોનોફાઈટ સર્ટિફિકેટ પણ બનાવીને આપવામાં આવ્યા છે. સવાલ ત્યાં ઊભા થઈ રહ્યા થઈ રહ્યા છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એનરોલમેનટ નંબર ભર્યાં વિના ડાયરેક્ટ એડમિશન ના નામે ફી કેવી રીતે લેવામાં આવી?
વિદ્યાર્થીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યું છે કે અમે લોક માન્ય કોલેજમાં 5 ફ્લોર પર આવેલી ઓફિસમાં ફી ભરી હતી. ત્યારબાદ સેમેસ્ટર 1 ની પરીક્ષા સમયે અમે જ્યારે પરીક્ષા આપવા ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારું તો એડમિશન જ થયું નથી. છતાં પણ અમને સમજાવીને સેમ 2 ની પણ ફી લઈ લેવામાં આવી હતી. તેઓ વિદ્યાર્થીઓનું આક્ષેપ છે. તે ઉપરાંત જે વ્યક્તિ દ્વારા ફી લેવામાં આવી છે તેનું નામ કવન પટેલ છે જે કાઉન્સિલર ની ઓફિસમાં બેસતો હોવાનું આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યું છે. વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે અમારા ભવિષ્ય સાથે અને છેડા થયા છે અને આખું વર્ષ અમારું અભ્યાસનું ખરાબ થયું છે. જ્યારે મેનેજમેન્ટ સાથે વિદ્યાર્થીઓ વાત કરવા ગયા ત્યારે તેવું જણાવવામાં આવ્યું કે તમારે ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશન જઈને કરો અમારે કોઈ લેવાદેવા નથી. તમારા ઉપર ફરિયાદ કરશો તો ખોટું કેસ થઈ જશે તેવું પણ એક વિદ્યાર્થીને કહેવામાં આવ્યું હતું તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે.
NSUI વિદ્યાર્થી નેતા સંજય સોલંકી એ પોલીસ સ્ટેશનથી લઈને યુનિવર્સિટી કાયદાકીય લડાઈમાં વિદ્યાર્થીઓ સાથે છે તેવું તેમણે જણાવ્યું છે.
Ha mara jode be avu j karyu 6 maru akhu varsh bagadyu and 30000 gaya mara 9 friends jode be avu j karyu 6 amaara badha na Paisa and time bagdya . Please help us to get money back or get addmission pls help the students kmk college Vada javab j nai aapta