Ahmedabad :અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આવેલા એક નામચીન જીમના અંદર અમદાવાદ શહેરના 1000 થી વધુ યુવાનો આ ઇન્જેક્શનના આદી બની ગયા છે. જેમાં કેટલા યુવાનો હૃદય રોગના હુમલાના પણ શિકાર બન્યા છે. જ્યારે કેટલાક યુવાવર્ગની એ હાલત થઈ છે કે ઇન્જેક્શન લેવા માટે પૈસા ન હોય તો તે લોકો ફોરવીલર ના કાચ ફોડી નાખવા સુધી પણ મજબૂર બન્યા છે. મારમમારી તે ઉપરાંત યાદદાસત પણ ભૂલી ગયા છે.
હાલમાં વિકટીમ 1
સૂત્રો જણાવે છે કે જુહાપુરામાં 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતો એક અમીર પરિવારનો દીકરો જેને શરીરમાં કમરની બાળપણથી તકલીફ હતી. જીમમાં આવ્યો ત્યાર બાદ તેને શરીર વધારવા માટે બંને હાથમાં, અને કમરમાં, ડુંટી પર મળી કુલ ચાર ઇન્જેક્શન આપવામાં આવ્યા. ત્યારબાદ તે છોકરાની એ હાલત થઈ ગઈ કે તેની છાતી શરીરના અંદર જતી રહી અને હાથ ફૂલીને બહાર આવી ગયા. ઘણા લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.
એક વિશ્વાસનીય ફિટનેસ ના સૂત્ર જણાવે છે કે ઇન્જેક્શન હોર્સ રેસના અંદર ઘોડાઓના આપવામાં આવે છે. પરંતુ એ જ ઇન્જેક્શન હવે માણસને પણ જીમમાં આપવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમારા માધ્યમ પર દરરોજ ભોગ બનેલા બે વ્યક્તિઓની જુબાની સાંભળવા માટે જોતા રહો.
journalist Auzef, Aabeda pathan એ હમણાં સુધી ગણી એજન્સીઓને મદદરૂપ બનીને એડિક્ટેડ યુવકો,યુવતીઓ પેડલર મારફતે investigative journalisam કરીને ડ્રગ્સ માફિયાને પકડવવાંમાં મદદ કરી છે.જેની કિંમત પણ ચૂકવવી પડી છે.ફસાવવા કાવતરા પણ થયાં છે.તે ઉપરાંત અમદાવાદ શહેર IIM માં સન્માન થયેલ છે.જે કામ હાલ પણ કરી રહ્યા છે.પરતું હાલ એક investigative માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ એક નામચીન જીમમાં આવતા યુવકો ઉપરાંત બહારના લોકો ત્યાં AMT,GH ના ઇંજેક્શનના આદિ બનાવી નાખવામા આવ્યા છે.જે મોટાભાગના યુવાનો તો એવા આદિ બની ગયા છે કે જો તેઓ ઇન્જેક્શન ના લે તો તે ઇન્જેક્શન માટે કશું પણ કરી શકે છે. ઇન્જેક્શન ની રકમ 10 ગણી બમણી લેવામાં આવે છે.