Ahmedabad : જેમ છારાનગરમાં દારુ બંધ થતું નથી.તેમ અમદાવાદ શહેરમાં કાગડા પીઠ પોલીસ સ્ટેંશન ની હદમાં આવેલ મીની છારાનગર કહી શકાય તેવા કાંટોડીયાવાસમાં દારુ બંધ થતું નથી પરંતુ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક અમદાવાદ શહેરમાં કડક વલણ અપનાવીને તેમના દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ પ્રવૃત્તિઓ બંધ કરી એ સાબિત કરી બતાડવામાં આવ્યું હતું . તમામ વિસ્તારમાં દારૂ જુગાર ની અસમાજીક પ્રવૃત્તિ કરનારા સામે કેસ બનાવવામાં આદેશ કર્યું છે.તે ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનરની ખાસ ગણાતી સ્ક્વાર્ડ PCB દારૂ જુગાર સામે એક્શનમાં છે અને પ્રશંશનીય કામગીરી પણ કરી રહી છે ત્યારે જ તેમનું ડર રાખ્યા વિના અમદાવાદ શહેરનું કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો વિસ્તારમાં નવનિયુક્ત PI આવતા જ ફરી દેશી દારૂ , વીદેશી દારૂના ધંધા જાહેરમાં (સ્ટેન્ડ)ચાલુ થઈ ગયા છે.જેની પાછળ સૂત્રો ના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં એક એજન્સીના ફરજ બજાવતા સૂર્યા નામના વ્યક્તિનો વર્ષો પછી ત્યાં ઉદય થયો છે. જે સાંજ પડતા સૂર્ય આથમવાના સમયે એક સ્થળ ઉપર બુટલેગરોની મિટિંગ બોલાવે છે. તેમજ જુદા જુદા પેકેજીસ બતાવી ધંધો કરવાની પરમિશન આપી રહ્યો છે. તેવું બુટલેગરો ના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ખુલ્લેઆમ જાહેરમાં ચાલી રહ્યા છે દેશી અને વિદેશી દારૂ અડ્ડાઓ.અનિલ લાખા,આશા,લીલા, લતા, લતા બિગ બજાર, શ્યામલાલ, શશીકલા, ચકી, વિમળા, અરુના,તેજલ તેમજ વિદેશી દારૂના જીગો, વિશશીલ,પકો, પંખો જાહેરમાં ચાલી રહ્યાં છે દેશી વિદેશી દારૂના અડ્ડાઓ. ટૂંક સમયમાં વિડીઓ બહાર પાડવામાં આવશે.જે ઉપર થી સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કે કાગડાપીઠ વિસ્તારમાં બુટલેગરો ગરમ અને સ્થાનિક પોલીસ નરમ.