Ahmedabad : journalist Auzef, Aabeda pathan અમદાવાદમાં શાહઆલમ મીરા સિનેમા પાસે રહેતા બિલ્ડર મુનાફભાઈ ઇસ્માઇલભાઈ પટેલ તેમના મકાન પાસે તેમના મિત્રો ઉસ્માનભાઈ સલાટ, ઈમરાન ખાન પઠાણ,સાદિક ભાઈ પાસે ઊભા હતા.ત્યારે રાત્રે કાદર ઉર્ફે ભૂરા ખાન અને ફરીદખાન દ્વારા ચંડોળાની જામીન ની મેટરને લઈને ફોન આવેલ કે સોદો કેન્સલ કરેલ છે.તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારબાદ તું ક્યાં છે કહેતા મુનાફભાઈ દ્વારા હાજર લોકેશન બતાડવામાં આવ્યું હતું.
થોડીવારમાં ઍક્સેસ ગાડી પર જાવેદ ઉર્ફે જોન અને અન્ય ઇસમ આવેલ અને આજે તને જાનથી મારી નાંખવાનો છે તેમ કહી ને મુનાફ ભાઈ પટેલને છરીના ઘા મારવામાં આવ્યા હતાં.ત્યારબાદ મુનાફ ભાઈ પટેલને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુનાફભાઇ પટેલ ને હુમલો કરનાર બંને વ્યક્તિની પણ સ્થાનીક લોકો દ્વારા મુનાફભાઈ પર હુમલો થતાં સામે જૂથના સભ્યોની પણ ધૂલાઈ કરવામાં આવી હતી.ત્યારબાદ તેમને પણ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
હાલ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં (૧) ભૂરા ખાન(૨) જોન (૩)ફરીદ ખાન (૪) ઈમ્તિયાઝ શેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ ઇસનપુર પોલીસે આગળ કાર્યવાહી શરૂ કરી છે.