Ahmedabad: જમાલપુરમાં પગથિયા રોડ પર આવેલ એક મેડિકલ જ્યાં ખુલ્લેઆમ મૌત નું સામાન વેચાઈ રહ્યું છે.જમાલપુરમાં પગથિયા રોડ પર આવેલ મેડિકલ માં વગર પ્રિસેપસન વિના ખુલ્લેઆમ codiline,corex,nitroten,alphaphrom નું વેચાણ કરવામાં આવી રહ્યો છે.નાના બાળકો થી લઈને આદિ બનેલા લોકોને માટે એક કોડ રાખવામાં આવ્યું છે તેમને આ દવાઓ આપવામાં આવે છે.જેમાં ૨૦૦ રૂપિયા ની બોટલ આપવામાં આવી રહી છે.જ્યારે ૫૦ રૂપિયાનો પતો આપવામાં આવે છે.જમાલપુર નો ૧૭ વર્ષ નો એક યુવક કહે છે તેના પિતા તે જગ્યાએથી ten ની ગોળી લાવે છે.તેનો નશો કરે છે.ત્યારબાદ ઘરમાં ધમાલ મચાવે છે.જો પૈસા ના આપીએ તો તે કશું કરી શકે છે.તેથી મે અભ્યાસ છોડી દીધો છે.જેથી હું ઘરમાં ધ્યાન રાખું છું.જેથી મારા પિતા મારી માતા અને બહેન સાથે હાથચાલાકી ન કરે.જ્યારે બીજો એક વ્યક્તિ જણાવે છે કે તે પણ જમાલપુર પગથિયાથી ten ગોળી લાવે છે.જો ગોળીના પૈસા ન હોય તેને ચોરી કરવા મજબૂર બનવું પડે છે.તપાસનો વિષય એ છે કે મેડિકલનો લાઇસન્સ કોનું છે.કોણ તે મેડિકલ સંભાળી રહ્યું છે.તેની તપાસ થવી જોઈએ.ટુંક સમયમાં આ મેડિકલ સંચાલકને એક મોટા માથા અને રાજકીય પાર્ટીનો સપોર્ટ છે તે પણ બીજા અહેવાલમાં લખીશું.