Ahmedabad:અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આવેલ દાદી બીબી ની મસ્જિદ અને સોદાગર ની પોળમાં RO પરમિશન લીધા વિના TORRENT દ્વારા રોડ રસ્તા ખોદીને કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમોને માહિતી મળતા અમારા દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું ત્યારબાદ ત્યાં કામ બંધ કરીને તે જ રાત્રીએ AMC ના અધિકારીઓ જોડે સાઠગાઠ કરીને રાત્રે કામ ચાલુ કરીને ખાડા પુરવામાં આવ્યા હતા.
જમાલપુર વિસ્તારમાં રાયખડ ખાતે આવેલ આવેલ દાદી બીબી ની મસ્જિદ નો રોડ અને સોદાગર ની પોળ તરફ જવાનો રસ્તો ખાતે ટોરેન્ટ પાવર કંપની દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના મંજૂરી વગર આશરે એક કિલોમીટર જેટલો મુખ્ય રોડ રસ્તા અને ફૂટપાથ ઉપર ખોદકામ કરી ટોરેન્ટ કંપનીના ઇલેક્ટ્રીક વાયરો જમીનની અંદર નાખવામાં આવેલ હતા. ત્યાર પછી અમોએ સ્થળ તપાસ અને રિપોર્ટિંગ કરતા ટોરેન્ટ પાવર કંપની દ્વારા કામગીરી બંધ કરવામાં આવેલ હતી. તારીખ 18 -9 -2023 ના રોજ પડેલ વરસાદમાં ટોરેન્ટ કંપની દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર રીતે ખોદકામના સ્થળે મોટા પ્રમાણમાં ખાડા પડી ગયેલ છે. જેના લીધે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં અને અન્ય પ્રવૃત્તિ કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આ ઉપરથી સાબિત થાય છે કે ટોરેન્ટ પાવર કંપની અમદાવાદ શહેરમાં જ્યાં પણ ખોદકામ કરે છે .ત્યાર પછી ખોદકામ કરે સ્થળ ઉપર જે રીપેરીંગ નું કામ ડામર તથા અન્ય કામ નું સ્તર ખુબ જ ખરાબ છે. હવે એ જોવાનું રહ્યું ટોરેન્ટ પાવર કંપની વિરુદ્ધ જમાલપુર વોર્ડ ઇજનેર અધિકારી શું કાર્યવાહી કરશે ?
જે ગેરકાયદેસર રીતે ટોરેન્ટ પાવર કંપની દ્વારા ખોદકામ કર્યા પછી ખોદકામ કરે સ્થળ ની કામગીરી નબળી પુરવાર થતાં
શું હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરોક્ત ખાડા પૂરશે કે ટોરેન્ટ પાવર કંપની એ ખાડા ફરીથી પુરશે ?