Ahmedabad:AIMIM ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને છીપા સમાજના વડીલ આગેવાન સાબીરભાઈ કાબલીવાલા દ્વારા આજરોજ પાર્ટી ઓફિસે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બે કાર્યક્રમની લગતી મીટીંગ કરવામાં આવી હતી.
વર્ષોથી દર વર્ષે સાબીરભાઈ કાબલીવાલા દ્વારા સમૂહ લગ્નના કાર્યક્રમ કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 24 – 1- 25 ના રોજ છીપા જમાતના 24 જોડાઓનું સમૂહ લગ્ન(સાદાઈ વાળું)નું આયોજન કરવામાં આવશે. જેમાં મધ્યમ વર્ગના જરૂરીયાત મંદ પરિવારના લોકોને મદદરૂપ એવું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. આ સમૂહ લગ્નમાં જેના સમૂહ લગ્ન થયા હોય તેમના ઘરે ૬૦૦ વ્યક્તિનું જમણવાર પણ પહોંચાડવામાં આવે છે તે ઉપરાંત દહેજ ઉપરાંત દુલા દુલ્હનને તમામ વસ્તુઓ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે છે. જેમાં જોડાઓના નામ અને આઈડેન્ટિફિકેશન પણ બહાર પાડવામાં આવતી નથી. આમ સાદાયથી સમૂહલગ્ન દર વર્ષે યોજવામાં આવે છે.
તે ઉપરાંત છીપા ક્રિકેટ ટુર્નામેન્ટનું મણીનગર રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને છીપા જમાતની તમામ ક્રિકેટ ટીમનું આજે ડ્રો કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત ટૂંક સમયમાં અમદાવાદ મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
આમ AIMIM ના પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ સાબિર કાબલીવાલા દ્વારા પોતાના સમાજ માટે ઉપરાંત મુસ્લિમ સમાજ માટે પણ વર્ષ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે ઉપરાંત તેઓ બંદે ખુદા તરીકે પણ કાયમ લોકોને મદદ કરતા આવ્યા છે અને કરી રહ્યા છે.