Ahmedabad: અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પટવા શેરીમાં રહેતા અમાન મસ્તાન પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અમાન મસ્તાન દ્વારા જમાલપુરના બિલ્ડરના પુત્રને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તે ઉપરાંત સતત ફોન પર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.ત્યારબાદ instagram પર live કરી પિસ્તોલ જેવું હથિયાર દેખાડી ધમકી આપી હતી.જેમાં ગાયકવાડ હવેલી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
તે ઉપરાંત થોડાક દિવસ પહેલા journalist Auzef ને પણ whastapp કોલ કરી રોડ પર જોવાતો નહિ ટક્કર મારી દઈશ એકસીડન્ટ કરી દઈશ તેવી ધમકી ફોન પર આપી હતી. જેને લઇને પણ ટુંક સમયમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ થઈ શકે છે.
આ અમાન મસ્તાન જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
જે દિવસે દિવસે બિલ્ડર,વેપારી, પત્રકાર હોય કે સામાન્ય નાગરિક જમાલપુરમાં તેનો ત્રાસ વધતો જઈ રહ્યો છે.
તપાસ નો વિષય એ છે આ અમાન મસ્તાન કોના કહેવા પર ધમકીઓ આપી રહ્યો છે આ પ્રવૃત્તિ કરી રહ્યો છે.